________________ રામાં જે જે શૂરવીર, રણધીર અને બળવાન હતા, તેઓના દેશમાં મદન યુદ્ધ કરવાને ગયો. સર્વ શ-ત્રુઓને જીતી દિગ્વિજય કરી, મદન મોટી સમૃદ્ધિ સાથે પાછો નગરમાં આવ્યું. રાજા કાલસંવરે પુત્રને આવતો સાંભળી પિતાનું નગર ધ્વજા પતાકાશી શણગાર્યું. વિવિધ જાતની વિભૂતિથી પુરને વિભૂષિત કર્યું. મેટા ઉત્સવ સાથે મદનને પુર પ્રવેશ કરાવ્યો. મદન પિતાને જોઈ વિનયથી નમે. પુત્રને વિજયથી વિભૂષિત જોઈ રાજા કાલસંવરે હર્ષ પામી આ પ્રમાણે વિચાર્યું–મેં આ પુત્રને પૂર્વે વનમાં યુવરાજ પદ આપ્યું છે, પણ હવે તે સર્વ લેકની સમક્ષ આપવું જોઈએ–આવું ચિંતવી કાલ સંવર રાજાએ શુભ મુહુર્ત અને શુભગે પિતાના તાબાના રાજાઓનું એક મોટું વૃદ એકઠું કર્યું— સર્વની સમક્ષ રાજાએ મદનને કહ્યું, વત્સ ! ગૂઢ ગર્ભવાળી તારી માતાએ જ્યારે તને વનમાં જન્મ આપ્યો, ત્યારે તારા મનોહર દર્શન કરી સંતુષ્ટ થઈ મેં તને યુવરાજ પદ તે જ ક્ષણે આપ્યું હતું, હવે આજે આ સર્વ રાજાઓની અને લેકોની સમક્ષ * P.P. Ac. Gunratnasuri M.S.