________________ કરમાંથી બીજા કરમાં તે સંચાર કરવા લાગ્યો. જેમ જેમ ખેચર રાજાને ઘેર તે બાળક વૃદ્ધિ પામવા લાગે, તેમ તેમ તેના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ વધવા લાગ્યાં, અદ્દભૂત રૂપવાળે તે કુમાર તેની માતાને પ્રાણથી પણ પ્રિય થઈ પડે, “સૌભાગ્ય અને પ્રિયતા–એ પૂર્વ પુણ્યના અનુભાવથી જ થાય છે. " આ પ્રમાણે માન રહિત મદન બાલ્યવયને ઉલ્લંઘન કરી, અનુક્રમે યોવન વયને પ્રાપ્ત થયો. તે શસ્ત્ર તથા શાસ્ત્રમાં પ્રવીણ, કળા ગુણથી સંપન્ન, મહા સાહસ વડે યુક્ત, ધીર, વીર અને કુળને અગ્રણી થયો. કોઈ વાર બળને ગર્વ, ધરનાર અને મેટા સાધને યુકત એવા શત્રુઓ રાજાની ઉપર ઉદ્ધત થઈ ચડી આવતા, તેઓને આ તરૂણ મદન રણભૂમિમાં જીતી લેતો હતો, અને પુણ્યના પ્રભાવથી તેઓને " હવે નાશીને કઈ દિશામાં જવું?’ એમ મુંઝવી દેતે હતો. તેની કીર્તિ સર્વ સ્થળે પ્રસાર થઈ, મદનની આવી યુદ્ધ કળા જોઈ રાજા કાળસંવર ઘણે હર્ષ પામ્યા. પછી મદન કુમાર રાજાની આજ્ઞા લઈ ઉગ્ર સાધનની સામગ્રી સાથે એક વખતે દિગ્વિજય કરવા નીકળે, એચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust