________________ દુખ સાંભળી વિદ્યારે પિતાના ઉપકારનો બદલે વાળવા નિશ્ચય કર્યો. તે મુદ્રિકા પાંડુને આપી કહ્યું– મિત્ર ! આ મુદ્રિકા કામરૂપને આપનારી છે. જેવું રૂપ કરવું હોય, તેવું રૂપ તે પાસે રાખવાથી થઈ શકે છે. એના પ્રભાવથી તમે તમારું કાર્ય સાધી લ્યો. કાર્ય સિદ્ધિ થયા પછી તે મુદ્રિકા મને પાછી આપજો. પાંડુએ તે મુદ્રિકા લીધી, અને મનમાં હર્ષ પામે. મુદ્રિકાના પ્રભાવથી તે પારેવાનું રૂપ લીધું. જ્યાં અંધવિષ્ણુની કન્યા હતી, ત્યાં પાંડ વેગથી ઉડીને પહોંચ્યો. રાજકન્યા મેહેલના ગેખલા આગળ રાત્રે એકતિ સુતી હતી, ત્યાં પાંડુ કામદેવના જેવું સુંદર રૂપ કરી ઉભો રહે. રાજબાળા અપૂર્વ પુરૂષને જોઈ એકાએક ચમકી ઉઠી, અને કંપવા લાગી. તેણીએ સંભ્રમથી કહ્યું, આવી રાત્રે અહિં તમે કોણ આ વ્યા છે ? પાંડુ હાસ્ય કરી બેલ્યો- ભદ્ર વૃથા ભય રાખશે નહીં, હું તમારે પાંડુ નામે પતિ છું. રાજકન્યા બેલી– તે પાંડુ તે કેડીઓ છે, એમ મેં સાંભળ્યું છે. સુંદરી ! કઈ દુષ્ટ તે વૃથા કહેલું છે, મારે તે આવું સુંદર રૂપ છે. આ પ્રમાણે કહી રાજપુત્રીને તેણે પિતાના રૂપપાશમાં બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust