________________ 71 - પૂજ્ય મુનિ ! મેં અજ્ઞાની બાળકે આ વિમાન બનાવેલું છે, જે તમને યોગ્ય લાગે, તે તેમાં કૃપા કરી બેસે. નારદજી હર્ષ પામી તેમાં આરૂઢ થયા, પછી મદને મંદ મંદ ગતિએ તે વિમાનને આકાશમાર્ગે ચડાવ્યું. વિમાનની મંદ ગતિ જોઈ નારદજી બોલ્યા- વત્સ ! વિલંબ કર નહીં. તારા છે વિયાગરૂપ હિમથી તારી માતાનું મુખકમળ ગ્લા નિ પામી ગયું છે. હિમથી દહન થતાં એ મુખકમળમાં તું સૂર્યરૂપ થા, અને તેને દહન થતું નિવાર. વત્સ ! તારી દુઃખી માતાને સત્વર જઈ સહાય કર, તારા જેવો સમર્થ પુત્ર છતાં માતા દુઃખી થાય, તે ઠીક નહીં. નારદજીનાં વચન સાંભળી મદને વિમાનને આકાશમાં વેગથી ચલાવ્યું. વિમાનનો વેગ એટલે થયું કે, જેથી નારદ મુનિ આકુળવ્યાકુળ થઈ ગયા. તેની જટાને ભાર શિથિળ થઈ ગયા, શરીર કંપવા લાગ્યું, તેમની કોણી, મુખ અને દાંત ભાંગવા લાગ્યા, જીહા ખંડિત થવા લાગી. જેષ્ટ માસમાં સમુદ્રની જેમ નારદજી ક્ષોભ પામી કેપ કરી, મદન પ્રત્યે બેલ્યા– વત્સ ! ધીરે થા, મને આવી રીતે આકુળવ્યાકુળ કેમ કરે છે? તું તારાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust