________________ પિતાના કહેવાથી આ દુરાચારીઓ મને મારવા ઉભા થયા છે, તે હું જ તેમને શિક્ષા કરૂં–આવું' ચિંતવી મદન વાપિકા પ્રમાણે મેટી એક વિશાળ શિલા લાવ્યા. કેધ કરી તે શિલાથી તેણે વાપિકાને ઢાંકી દીધી. બધા કુમારોને ઉંચે પગે લટકતા રાખ્યા. તેઓમાંથી એકને રાજાને ખબર આપવા છુટો કર્યો. અને મદને તેને કહ્યું કે, તું પિતાની પાસે જઈ આ વૃત્તાંત નિવેદન કર. તેણે જઈ રાજાને બધે વૃત્તાંત જણાવ્યું. પુત્રોની એવી સ્થિતિ જાણી રાજા કાલસંવરને કપ ચો. હાથમાં ખરું લઈ પોતે મદનને મારવા તૈયાર થયા. મંત્રીઓએ આવી રાજાને કહ્યું કે, સ્વામી ! આપને જાતે જવું યેગ્ય નથી. જેણે તમારા પાંચસો પુત્રોને જળમાં બાંધી લીધા અને જેણે અનેક લાભ મેળવ્યા, એ મદન તમારા એકથી કેમ જીતી શકાશે ? એથી તમે મેટું સૈન્ય સાથે લઈ જાઓ. મંત્રીઓના વચનથી રાજાએ રણભેરી વગડાવી મોટું સૈન્ય એકઠું કર્યું. રાજા નગરની બાહર નીકળે. અહીં મદન પિતાના બધુઓને વાપિકામાં લટકાવવાથી લજા પામી નીચું મુખ કરી રહ્યા P.P. Ac. Gunratnasuri M.S.