________________ 54 હવે વનવય પ્રાપ્ત કરી, તે તમારી કરિનો ઘાતક થયો છે. પોતે હમણાંજ વનમાંથી રથ ઉપર ચડીને આવ્યો, અને તમે તેની સાથે પગે ચાલીને આવ્યા, તે જોઈ મને તે શઠ ઉપર કોપ ચડે છે. કોઈ પણ જાણે નહિ તેવી રીતે તેને મારી નાંખવો. પિતાનાં આવાં વચન સાંભળી વજદંષ્ટ્ર વિગેરે ઘણું ખુશી થયા. પ્રથમથી જ તેઓ તેને મારવા ઇચ્છતા હતા, તેમને પિતાની આજ્ઞા મળવાથી અતિ હર્ષ થઈ આવ્યું. તત્કાળ પિતાને પ્રણામ કરી, તેઓ વેગથી મદન પાસે આવ્યા. લેકાપવાદના ભયથી તેઓએ મદનને કહ્યું, બંધુ ! ચાલે આપણે ક્રીડા કરવાને વનમાં જઈએ. આ જે વનની અંદર એક વાપિકા છે, તેમાં જળ ક્રીડા કરીએ. અમે સ્નેહને લીધે તને ખાસ કહેવા આવ્યા છીએ. તારા જે કઈ અમારે પ્રિય નથી. તેઓનાં વચન સાંભળી મદન હર્ષ પામી, બહાર નીકળે, બધા મળી નગરની બહાર વનમાં રહેલી વાપિકા પાસે આવ્યા. વાપિકાની બહાર વસ્ત્ર ઉતારી સ્નાન વસ્ત્ર પહેરી તેઓ તટ ઉપર રહેલા એક ઉંચા વૃક્ષપર ચડી, વાપિકામાં પડવા તૈયાર થયા, તેવામાં હિતકારિણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust