________________ 53 બળવાન હોવાથી દુજય છે. તેણે મારા શરીરને વિદારણ કર્યું, પણ તમારા પુણ્યના પ્રભાવથી અને ગોત્રદેવીના પ્રસાદથી મેં મારું શીળ સાચવ્યું છે. જો પૂર્વ પાપને વેગે મારા શીળને ભંગ થાત તે અવશ્ય મારૂં મરણ થાત, કુલીન સ્ત્રીને શીળને ભંગ થાય તે પછી જીવિત શા કામનું ? સ્વામી ! મારે લીધે જે તમારું કુળ કલંકિત થાય તે પછી ત્રણ કુળની લંકિત એવી હું જીવિને શું કરું ? હું પુણ્ય ને તે દુષ્ટના બાહુપંજરમાંથી માંડમાંડ નિકળી હતી. તે વખતે જુઓ આ મારું અંગ રજથી ધું સરું થઈ ગયું છે. પ્રાણનાથ ! હવે જ્યારે એ દુષ્ટનું મસ્તક રૂધિરથી લીપાએલું અને પૃથ્વી ઉપર રખડતું હું જોઉં ત્યારે મને શાંતિ વળે. કનકમાળાનાં આવાં વચન સાંભળી રાજા કાલસંવરને અતિ કોપ ચડે. તત્કાળ તેણે પોતાના પુત્રોને બોલાવીને એકાંતે કહ્યું, પુ! આદરથી મારું વચન સાંભળી લે. તમારે ભાઈ મદન પાપી છે, તેને સત્વરે મારી નાંખે. એ તમારો ખરો બંધુ નથી, કોઈ નીચ કુળમાં થયેલું છે, તેને વનમાંથી લાવ્યો હતે. દયા લાવી મેં તેને ઉછેર્યો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust