________________ સર્વ વિદ્યાધરોનાં મુખ ગ્લાની પામી ગયાં. એવી રીતે સોળ લાભ મેળવી રથમાં આરૂઢ થયેલ મદન પિતાના આઠ બધુઓની સાથે લીલા કરતા નગરમાં આવ્યો. મદનના પુણ્યના પ્રભાવથી તેને બધુઓથી કાંઈ પણ થઈ શક્યું નહીં. મદન નગરમાં આવતાં નગરવાસી સ્ત્રીઓ તે ખબર સાંભળી ટોળેટોળે જેવા નીકળી. રતિ સહિત મદનને નિરખવાને જૈતુકથી આકુલ વ્યાકુલ એવી સર્વ ચપલાક્ષી રમણીઓ પિતાનાં ચંદ્ર જેવા મુખ વડે ગવાક્ષના માર્ગને આચ્છાદિત કરવા લાગી. મદનના રૂપ પાશથી બંધાએલી બાળાઓ ગ્રહ કાર્ય છોડી પરસ્પર ભીડથી દબાવતી એકઠી થઈ નીચે પ્રમાણે વાર્તાલાપ કરવા લાગી - કઈ કામિની બોલી–અરે અધીરી ! તારા શિથિલ કેશને સમારી લે. તેનાથી દિશાઓ ઢંકાઈ જાય છે. અરે સખી ! આમ ભુજાઓ પહોળી કરી મારી આગળ કેમ ઉભી છે ? આગળ જા. મને માર્ગ આપ. કોઈ સ્ત્રીએ સખીને કહ્યું, બેન, જે, આ મદનનું રૂપ નેત્રને અમૃત સમાન લાગે છે, આવું સુંદર રૂપ જેવાથી નેત્રનું સાફલ્ય થાય છે. - 5 P.P. Ac. Gumratnasuri M.S. Jun Gun Aaradhak Trust