________________ સંપૂર્ણ, સર્વ અવયવમાં સુંદર, સર્વ વિદ્યામાં પ્રવીણ અને સ્ત્રીઓના ગુણથી વિરાછત હતી. આવી સુંદર બાળાને ધ્યાન કરતી જોઇ મદન વિસ્મય પામી ગયો. એની સુંદર આકૃતિ વિષે મદનને શંકા થવા લાગી–શું આ સૂર્યની સ્ત્રી હશે ? શું આ ચંદ્રની કાના હરો ? શું ઇંદ્રની વધૂ તે નહીં હોય ? કામની સ્ત્રી હશે ? અથવા કાનિત કે કીર્તિ હશે ? કાંતિ જરૂર કિન્નરી કે નાગ કન્યા છે ! જગતની ઉત્કૃષ્ટ કાંતિ, સર્વોત્તમ રૂપ, ભવ્યતા અને લાવણ્ય આ સ્ત્રીમાંજ રહેલાં લાગે છે. ગુણોનું સ્થાન, કળાને આશ્રય અને સંદર્યને મહિમા આમાંજ રહેલ છે. વધારે શું વર્ણવું ? આ પ્રમાણે યોગ ધ્યાનથી નિશ્ચળ અને ત્રણલેકની સુંદરીઓને રૂપથી જીતી લઈ રહેલી એ રમણને જોઈ મદન પતે મદનાતુર થઈ ગયો. કામદેવે પાંચ બાણેએ તેને ઘાયલ કરી દીધું. મદનનું ચિત્ત વિહલ થયું, તેવામાં પેલે વસંતક દેવ ત્યાં આવ્યો, મદનના ચરણકમળમાં નમી આગળ ઉભે રહ્યા. મદને તેને પુછયું, મહાભાગ ! મારા વિસ્મયનું કારણ સમજાવે. આવા ભયંકર અરણ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust