________________ છે. તે પર્વતની પાસે સ્વચ્છ જળથી પરિપૂર્ણ એવી એક સરિતા વેગથી વહેતી હતી. તેના કાંઠા ઉપર તમાલનાં વૃક્ષની શ્રેણી આવેલી હતી. એક મેટા તમાલ વૃક્ષ નીચે શિલાતલ ઉપર એક સુંદર શ્રી યોગ વિઘાથી ધ્યાન ધરી બેઠી હતી. એ મનેહરા રૂપ વનથી સંપૂર્ણ હતી. તેણીએ પોતાની દષ્ટિ નાસિકાના અગ્રભાગે રાખી હતી. તે સર્વે લક્ષણોએ યુક્ત અને સર્વ ગુણ સંપન્ન હતી. તેના નખના તામ્ર કિરણે પ્રકાશતાં હતાં. શરીરનો વર્ણ ગુલાબી હતો. હાથમાં સ્ફટિકની જપમાલા ધારણ કરી હતી. તેણે ધોયેલું શ્વેત ચીનાઈ વસ્ત્ર પહેર્યું હતું. તેના મુખની આસપાસ શિથિલ થયેલી કેશવેણી આવી રહી હતી. મુખને સુગંધી શ્વાસથી આકર્ષએલા ભમરાઓ તેના મુખ કમળને સેવતા હતા. સ્તનના ભારથી તેનું પૂવાંગ નમી ગયેલું હતું. શરીર કૃશ હતું, જધનના ભાગથી માંદા હતી, હંસના જેવી ગતિ હતી, હરવણના જે મધુર હત, શંખના જે કંઠ અને નમણી નાસિકા હતી, સંદર્યથી જાણે તેણીએ ત્રણ લોકની તરૂણીઓને જીતી લીધી હોય તેમ દેખાતી હતી, તે સર્વ લક્ષણથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust