________________ 252 ભવ્ય પ્રાણીઓની કહેવાય છે, અને કૃષ્ણ નીલ અને ને કાપત લેશ્યાઓ અભવ્ય પ્રાણુઓની કહેવાય છે. તે ભાગ્ય વિશેષના પ્રમાણમાં થાય છે. તેમજ પ્રભુએ ચાર પ્રકારનાં ધ્યાન જણાવ્યાં. તેમાં આ અને રોદ્ર ધ્યાન ત્યાગ કરવા યોગ્ય છે, તથા ધર્યું અને શુકલ ધ્યાન ગ્રહણ કરવા યોગ્ય છે. તે પછી પ્રભુએ ચાદ ગુણ સ્થાન અને ચિદ માર્ગ બતાવી. દશ પ્રકારની લાક્ષણિક ધર્મ તથા છ આંતર અને છ બાહ્ય-એમ બાર પ્રકારનું તપ આગમ પ્રમાણથી પ્રકાશિત કર્યું. - તે સાંભળી કૃષ્ણ વિગેરે યાદવ પરમ સંતોષને પ્રાપ્ત થયા પછી કૃષ્ણના પુછવાથી પ્રભુએ જે તીઈંકરનાં તીર્થમાં જે જે બને, તે બધું વિસ્તારથી કહી સંભળાવ્યું. તેમનાં પાંચ કલ્યાણક, નગર, માતા પિતા, શરીરનું પ્રમાણ, વર્ણ, વંશ, રાજ્ય, તપ, જ્ઞાન અને નિર્વાણ વિગેરે છત્રીશ ભેદનું વર્ણન કર્યું. આ સર્વ સાંભળી બધી પર્ષદ વૈરાગ્યથી વિભૂષિત થઈ ગઈ. તે વખતે કૃષ્ણના ભાઈ " ગજકુમાર” ને તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થયો. તેણે તત્કાળ ઉઠી લેચ કરી, પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust