________________ अर्पण पत्रिका. જે ગૃહસ્થ કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના શ્રીમંતેને દષ્ટાંતરૂપ હતા, જૈન ધર્મ ઉપરની જેની આસ્તા અનુપમ હતી, જેઓ દુખી ઉપર દયાળુ હતા, વિદ્યાની વૃદ્ધિ ઉપર જેમની પ્રીતિ હતી, દયાનાં કામ પ્રતિ જેઓ અત્યંત પ્રેમ રાખતા હતા, જ્ઞાતિની ઉન્નતિને જેઓ ઇચ્છનારા હતા, દેશમાં અને જ્ઞાતિમાં સંપ, જપ, આબાદી અને સુખ શાન્તિ વધેલી જવાને જેઓ ઉત્સુક હતા, અને જેમણે પોતાના સ્મરણાર્થે સુબેધક ગ્રંથે છપાવીને પ્રસિદ્ધ કરવાની પિતાના ટ્રસ્ટીઓને આજ્ઞા આપી હતી, તેવા નરવીર, ધર્માત્મા સ્વર્ગવાસી શેઠ લાડણ ખીમજીને આ ગ્રંથ માનપૂર્વક અર્પણ કરવામાં આવે છે. પ્રસિદ્ધ કર્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust