________________ - 167 મારની વાટિકાનો નાશ કર્યો, વનને ઉજડ કર્યું, રથ ભાંગી નાંખ્યો, સત્યભામાની વાપિકાને શેકી લીધી, પુષ્પની માળાને વ્યત્યય કરી દીધે, વસુદેવને પરાભવ કર્યો, અને સત્યભામાની વિડંબના કરી. પિતાના પુત્રને ઈચ્છિત વધૂની પ્રાપ્તિ થઈ, અને શત્રુને પરાભવ થયો, એ સર્વ વૃત્તાંત જાણી, રુકિમણું અતિ હર્ષને પ્રાપ્ત થયાં. માતાએ પુત્રને પુના જણાવ્યું, વત્સ ! નારદ મુનિને જોવાની મારી ઇચ્છા છે, માટે તે મારો અકારણ બંધુ મને સત્વર બતાવ. મદન બેલ્યો-માતા ! જ્યાં સુધી હું મારા કુટુંબને મળ્યો નથી, ત્યાં સુધીનારદજીને અહીં કેમ લવાય ? રુકિમણી બેલ્યાં– પુત્ર ! સભામાં રહેલા તારા પિતાને જઈને મળ. મદન –માતા.ચિરકાળે આવેલે પરાકી, ગુણી, અને કુલીન પુત્ર પિતાની શક્તિ બતાવ્યા વગર શી રીતે પ્રસિદ્ધ થઈને મળે? “પિતા, હું તમારો પુત્ર છું.' એમ જઈ પિતાને કેમ કહે? માતા, તેથી પ્રથમ પિતાની સાથે યુદ્ધ કરી વિવિધ વાક્યથી બંધુઓનું તર્જન કરી હું મારું પરકમ દર્શાવીશ, અને પછી મારું નામ જાહેર કરીશ, એટલે તે બધા મને ઓળખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust