________________ 164 વાળો શૂરવીર પુરૂષ કેણ છે ? તે અહિં શામાટે. આવ્યું છે ? તેની ભગુટી ઉપરથી જણાય છે કે તે યુદ્ધની કામના રાખે છે. રુકિમણુએ કહ્યું, વત્સ! તે તારા શુરવીર કાકા બલદેવ છે. તે મહા પરાક્રમી અને તારા પિતાને પ્રાણ જેવા પ્રિય છે, શત્રુઓના સમૂહને નાશ કરનારા તે દ્વારકામાં યાદવની અંદર અગ્રેસર છે. તેના જેવો કઈ બીજે યાદવને પૂજ્ય નથી. તે યુદ્ધમાં વિશ્વની અંદર વિખ્યાત છે. મદને માતાને કહ્યું, માતા ! કહો, તેને યુદ્ધ કેવું વહાલું છે? અને તે કોની સાથે યુદ્ધ કરવા ઇચ્છે છે? રુકિમણું બેલ્યાં– વત્સ ! કેશરીસિંહની સાથે યુદ્ધ કરવું બલદેવને વધારે ગમે છે, અને બાહુ યુદ્ધ કરવાનો તેને વિશેષ શેખ છે. મદન બોલ્યોમાતા ! રણમાં એક ક્ષણ વાર બલદેવનું બળ જેવાની મારી ઇચ્છા છે, મને જોવા દ્યો. માતા બેત્યાં ! પુત્ર છે તેમ કરવું યોગ્ય નથી. તારા કાકા બલદેવ અતિ બળવાન છે, તે કેઈથી જીતી શકાય તેવા નથી. વત્સ ! જે તારે જીવવાની ઇચ્છા હોય તો, તું સત્વર જઈ તેમના ચરણમાં નમી પડ. માતાનાં વચન સાંભળી મદન બોલ્યા-માતા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust