________________ - 151 કિમણી વિકુ. તે દિવ્ય અને સર્વ આભૂષણથી વિભૂષિત થઇ, સિંહાસન ઉપર બેઠી. સત્ય રૂકિમણીને અદશ્ય કરી, મદન પોતે કંચુકીનું રૂપ લઇ, તે કત્રિમ રૂકિમણીની આગળ ઉભો રહે, તેવામાં સત્યભામાએ મોકલેલા લોકો નાપિત લઈને ત્યાં આવ્યા. તેઓ ભય પામતા નગ્ન થઈ બોલ્યા-માતા ! અમારે કાંઈ દોષ નથી, અમે તેની સેવક છીએ, અમારાં સ્વામિનીએ અમને મોકલ્યા છે. અમે આજ્ઞાને વશ થઈ, અહીં આવ્યા છીએ, આમાં દેષ તે સત્યભામાનો છે કે, જેમણે અમને મોકલ્યાં છે. તે માયાવી રૂકિમણી બેલ્યાં– તમે આવ્યા તે બહુ ઠીક થયું. તમે કેમ આવ્યા છો? તેનું કારણ કહો. તેઓ બોલ્યામાતા ! તમે અને સત્યભામાએ પૂર્વે બલદેવ પ્રમુ ખને સાક્ષી રાખી, એવું પણ કરેલ છે કે, જેના પુત્રનો પ્રથમ વિવાહ થાય, તે પુત્રની માતા બીજીની કેશવલ્લરીને વિવાહમાં મંગાવે, અને તે વડે ચરણનું પૂજન કરાવે, તેથી અમે તમારી કેશવલ્લરી લેવાને આવ્યા છીએ. તમે આપો કે ન આપે, તેમાં અમારો દોષ નથી. તેનાં આવાં વચન સાંભળી માયાવી રુકિમણી બોલ્યાં તમે સારું કર્યું. આ મારી કેશ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.