________________ 148 યતિઓના માતા પિતા શ્રાવકોજ કહેલા છે. તમે સાધુઓની સંસારી કથા શા માટે પુછો છે ? યતિનાં આવાં વચન સાંભળી રૂકિમણી તે વિષે બોલ્યા નહિ, પછી તેઓ પાછી ધર્મ કથા કરવા લાગ્યા. આ વખતે એવું બન્યું કે, સત્યભામાની દાસીઓ કેશની વલ્લી લેવાને ગાતી ગાતી હાથમાં મણિમય પાત્ર લઈ રૂકમણીના મંદિરની દેટીએ આવી. રુકિમણ અને સત્યભામા કેઈ કોઈની દાસીઓ કેઈ કેઇનાં મંદિરમાં એકલતી નહીં. તથાપિ સત્યભામાએ ઈર્ષાથી પિતાના પુત્રના વિવાહને ગર્વ બતાવા દાસીઓને કેશવલ્લી લેવાને આજે મોકલી હતી. એવામાં સત્યભામાની દાસીઓ દોઢીએ આવેલી જોઈ કે તરત રૂકિમણને દુઃખથી અપાત થઈ ગયો. રુકિમણુને અકુપાત કરતી જોઈ ક્ષુલ્લક મુનિએ પુછયું, માતા ! તમને અકસ્માત્ શેક કેમ થઈ આવ્યો? તેનું કારણ મને સત્વર જણાવો રુકિમણુએ ગગ૬ કંઠથી કહ્યું, મુનિરાજ ! હું તેનું કારણ કહું તે આપ એક મને સાંભળે. " * તમારા જેવા યતિઓને દુઃખનું કારણ કહ્યું હોય, તે વખતે દયા ધર્મના પ્રભાવથી તે લય પાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust