________________ 147 લાભ મેળવી, બે વિઘાથી વિભૂષિત અને શત્રુ વગને વિજ્ય કરનાર એ પુત્ર આવો ક્ષુલ્લક મુનિ કેમ થાય ? આવું વિચારી રાણી રૂકિમણી વિનયથી એ શીળરૂપ આભૂષણવાળા ક્ષુલ્લકમુનિ પ્રત્યે બેત્યાં–સ્વામી ! આપને આદરથી કાંઈક પુછવા ધારું છું. કૃપા કરી તમારા પૂર્વના માત પિતા અને બંધુ જનની કથા કહી મારા કણને સુખી કરે. રુકિમણીનાં આવાં વચન સાંભળી તે ક્ષુલ્લક મુનિ બેલ્યાહે ઉત્તમ શ્રાવિકા ! મારૂં વચન સાંભળે. જેમણે પિતાનું ઘર છેડી દીધું, અને મુનિઓનું વ્રત ગ્રહણ કર્યું, તેઓ પોતાની જાતિ, કુળ અને બધુઓની કથા કેમ કરે ? માતા ! શીળધારી અને સંયમી એવા મુનિઓને તેમનાં જાતિ, કુળ વિગેરેની કથા તમે સમકિતધારી થઈ કેમ પુછો છો ? માતા ! જીન માર્ગમાં કઈ જાતિ કે કુલહીન હોય, એવું તમે શું સાંભળ્યું છે ? કે જેથી તમે મને પુછે છે. કદી ઉન્નત કે હીન પુરૂષ હોય તે પણ તમારે શું ? ઉપકાર કરનારે હીન કે ઉત્તમ કાંઈ જોવાનું નથી. હે જનની ! તમે ચતુર થઈ કેમ પુછે છે ? અમારા સાધુઓના તમે માતા, અને કૃષ્ણ પિતા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust