________________ 131 જાતિ હીન છે, તે વિવેકને બલકુલ જાણતું નથી, પુછયા વગર અગ્ર પાટલે આવી બેઠે તે શું સમજે છે? ત્યારે કઈ વૃદ્ધ વિષે બોલ્યા–તે અજ્ઞ છે ભલે બેઠે. એવા નિંઘ વિમાની સાથે કલહ શું કરે? બે પગ ધંઈ આગળ આવી અગ્ર પીઠ ઉપર બેસનારે એ વિપ્ર કલહ પ્રિય લાગે છે. વૃદ્ધના કહેવાથી શાંત થયેલા વિપ્રો પગ ધોઈ બેસવા લાગ્યા. ત્યાં તે મદન વિપ્ર આગળ ને આગળ આવવા લાગ્યો. તેને તેમ કરતે જે તે ગર્વિષ્ટ વિષે કોપ કરી બોલ્યા–આ પાપી કલહ પ્રિય વિપ્ર અધમ લાગે છે. એ મૂઢ વિપ્ર જાતિ ગોત્ર, પ્રવર, શાખા, વેદ અને કુળ જાણતો નથી. વચન બોલવામાં પણ શૂદ્ર જેવો છે, તેની સાથે અમે કેમ ભેજન કરીએ ? તે લુચ્ચાની સાથે કલહ પણ કેટલોક કરીએ. એ પાપી અને શઠને એકલો મુકી અમે બીજા ભુવનમાં જઈ ભેજન લઈશું.. આ પ્રમાણે કહી બધા વિપ્રો કોપ કરી ઉઠી ગયા. ઉત્તમ અગ્ર પીઠ ઉપર બેઠેલા તે બટુકને વિષે તિરસ્કાર આપવા લાગ્યા. આ બધું સત્યભામાએ નજરે જોયું. તેણીના મનમાં આવ્યું કે, આ વિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust