________________ 123 તે માર્ગે ચાલતાં એક ઉત્તમ મંદિર જોવામાં આવ્યું. તે મંદિર જોઈ વિસ્મય પામેલા મદને વિઘાને પુછયું–વિદ્યા ! આ સુંદર મંદિર કોનું છે ? વિધા બેલી–વત્સ ! તમારા પિતા કૃષ્ણ અને તેના પિતા જે વસુદેવ છે, તેનું આ રમણીય મંદિર છે. ફરીથી વિદ્યાને પુછયું કે, એ વસુદેવને શું પ્રિય છે? વિદ્યાએ કહ્યું, તેને મેષયુદ્ધ [ બકરાની લડાઇ] કરાવવાનો શોખ છે. તત્કાળ મદને વિદ્યાના પ્રભાવથી એક મેષ [ મેઢ ] વિકવ્યા. પછી વિસ્મય પામેલે તે વસુદેવના ઘર પ્રત્યે ચાલ્યો. તે મંદિરને સુવર્ણનાં તોરણ બાંધ્યાં હતાં, દવા અને માળાઓથી તે અલંકૃત હતું, મણિના દર્પણ, કુંભ અને ઝારીઓથી તે યુકત હતું, તેના આંગણામાં કેશરીસિંહ, અષ્ટાપદ, વાઘ, રીંછ અને મેંઢાઓ બાંધ્યાં હતાં, તે મંદિરમાં મદને પ્રવેશ કર્યો. દેઢીમાં થઈ આગળ ચાલ્યું, ત્યાં કૃષ્ણના પિતા વસુદેવ જવામાં આવ્યા. તે સભામધે સિંહાસન ઉપર બેઠા હતા. શસ્ત્ર કળામાં કુશળ એવા રાજપુત્રો તેમને વીંટાઈ વળ્યા હતા. પિતામહને જોઈ મદન હર્ષ પામ્ય, સુવર્ણની જેવી તેની કાંતિ હતી, પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust