________________ ગ્રંથમાળા એ પ્રમાણ રાખવામાં આવ્યું છે. - શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી માચીન જૈન ગ્રંથના જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. તે શુભ કાર્યને અત્યાર સુધીમાં રા. સા. શેઠ વસનજી ત્રીકમજીની કું. તથા શેઠ હીરજી ખેતશીની કુ. એ સારી મદદ આપી છે, અને તે બંને કુ. ના નામની ગ્રંથમાળાઓ રચાવી છે, અને હજી પણ બીજી ગ્રંથમાળાઓ તેમના ખરચે છપાવીને પ્રસિદ્ધ કરવાની શ્રી જૈન ધર્મ વિશે પ્રસારક વર્ગને આજ્ઞા આપી છે. આ કંપનીઓ શિવાય બીજા જે જે ગૃહસ્થને ખરચે જે પુસ્તકો છપાવવાની મદદ મળી છે, તેમનાં નામ તથા પુસ્તકોનાં નામ વાચક વર્ગની જાણને માટે નીચે પ્રસિદ્ધ કરીએ છીએ. શેઠ ખીઅસ કરમણના સ્મરણાર્થે તેમના સુપુત્રની આજ્ઞાથી “શ્રી ધર્મરત્ન પ્રકરણ” ના પ્રથમ ભાગનું ગુજરાતીમાં ભાષાંતર કરાવીને મુળ સાથે છપાવવાનું કામ શરૂ કર્યું છે. ' શેઠ કેશવજી શામજીના સ્મરણાર્થે તેમના સુપુત્રાની આજ્ઞાથી " શ્રી શ્રેણિક ચરિત્ર” ના પહેલા ભાગનું મુળ સાથે ગુજરાતી ભાષાંતર છપાવવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust