________________ : 220 એવો છે અપરાધ કર્યો છે ? રાજા બે - ચતુર દેવી ! સાંભળો. એ પાપીએ પર સ્ત્રી ગમન કર્યું છે. તે પાપની શિક્ષા વધ કરવાની જ છે. બીજી નથી. રાણી હસીને બેલી– નાથ ! પર સ્ત્રી ગમનમાં તેવું શું પાપ છે? શા માટે રૂપ સંપન્ન યુવાન નરને વ્યર્થ હણે છે ? રાજા પિતાનું કર્મ ભૂલી જઈ બે - મહા ભાગ્યવતી દેવી ! એના જેવું બીજું પાપ નથી. ચંદ્રપ્રભા ફરીથી બેલી– તેમાં તે કાંઈ પાપ દેખાતું નથી. રાજા શાસ્ત્રનું વચન સંભારી બોલ્યોદેવી ! પર સ્ત્રી ગમન કરવાથી, અને દેવ દ્રવ્ય ભક્ષણ કરવાથી પ્રાણું સાતમે નરકે જાય છે. તેમાં કાંઈ પણ સંશય નથી. એક તરફ સર્વ પાપ, અને એક તરફ પર સ્ત્રી ગમન, એ સમાન છે. તેના જેવું બીજું પાપ નથી. વળી તે કુકર્મ કરવાથી આ લેકમાં અપયશ, પરેલેકમાં નરક અને રાજા પ્રમુખથી વધનો દંડ થાય છે, તેથી એ પાપનો સર્વથા ત્યાગ કરો. કોઈએ ભુક્ત કરી ઉચ્છિષ્ટ થયેલી, વિદ્વાનોએ નિંદવા યોગ્ય, ધન ધાન્યને નાશ કરનારી, પાપની ખાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust