________________ 217 ચંદ્રપ્રભાએ અતિ આગ્રહથી પુછવા માંડયું, એટલે ધાત્રી બોલી- દેવી બાળકોથી વીંટાએલ તારા સ્વામી હેમરથ ગાંડા થઈ ભટકે છે, તેને જોતાં મને રૂદન આવ્યું છે. રાણી ચંદ્રપ્રભાએ આવું અસંભવિત અને પૂર્વ નહીં સાંભળેલું વાક્ય સાંભળી તત્કાલ કેપ કરી કહ્યું– અંબિકા ! આવુ અઘટિત બોલવું યોગ્ય નથી. મને દુઃખ થાય, તેવું આ કટુ વાકય કેમ બોલ્યાં ? જે હું વિસ્તૃત થઈ છું, તે સંભારી આપવું તે તમને ઘટિત નથી. જેવી દાસી હોય, તેવાંજ તેનાં વચન નીકળે છે. નહીં તે ભુલાએલા દુઃખને શા માટે સંભારી આપે ? ધાત્રી ! તું મારે માતા સમાન છે. તમારું રતન પાન કરી હું ઉછરેલી છું, નહીં તો તારૂં મહા અનિષ્ટ કરત. પૂ. ર્ણ ચંદ્ર જેવા મુખવાળા, વિશાળ નેત્રવાળા, સુંદર આકૃતિ ધરનારો, દીર્ધ અને પુષ્ટ ભુજાવાળે અને રૂપથી કામદેવને જીતનારે, મારો તે સમર્થ પતિ છે. બીજા રાજાઓ જેની આજ્ઞા માથે ચડાવે છે. આવા મારા સ્વામીને તું શું જોઈને નિંદે છે ? રાણી ચંદ્રપ્રભાનાં આવાં દુર્વચન સાંભળી ધાત્રી મનમાં તેને વિષે વિચાર કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust