________________ પ્રશસ્તિ . (37) તેમના પદે શ્રીશાલિભદ્ર આવ્યા કે જે તેમના પટ્ટરૂપ વૃક્ષને પિષણ આપવામાં વષોાતુ સમાન હતા. તથા જેમના ધર્મોપદેશરૂપ જળ પ્રવાહથી જગતમાં કીસંરૂપ લતા વિસ્તાર પામી. તેમના ચરણરૂપ સરેવરને વિષે હંસ સમાન એવા શ્રી ચંદ્રસૂરિ થયો કે જે તેમની પવિત્ર વાણીના વિવેચક અર્થ પ્રકાશક અને શાસ્ત્રરૂપ ચક્ષુને અમૃત-અંજન હતા. વળી સંસારથી સત્વર.પાર પામવાને સદા ધ્યાનલીન થઈને જે રહેતા હતા, તેમજ નૈયાયિક જનોમાં અગ્રેસર એવા શ્રીભરતેશ્વરસૂરિ, નામસ્મરણથી પાતકને હરનાર શ્રીધર્મઘોષસૂરિ તથા શ્રી શીલભદ્રસૂરિના શિષ્યો કે જે રાજપૂજિત હતા. શ્રીસંઘરૂપ સાગરને ઉલ્લાસ પમાડવામાં ચંદ્રમા સમાન અને જ્ઞાનલક્ષમીના પાત્ર એવા શ્રીજિનેશ્વરસૂરિ, વિકાસિત વિદ્યાથી દેદીપ્યમાન અને મહાબુદ્ધિશાળી એવા શ્રીજિનદત્તસૂરિ તેમજ ચારિત્રરૂપ કનકાચલને વિષે નંદનવન સમાન એવા શ્રીપદ્યદેવસૂરિ એ ત્રણ શ્રીચંદ્રસૂરિના જયવંત શિવે હતા. એમના પદે શ્રીસંઘરૂપ રેહણાચલમાં રત્ન સમાન એવા શ્રીપૂર્ણભદ્રસૂરિ થયા કે જેમના સમાગમમાં આવતા ભવ્ય સત્યવસ્તુસ્વરૂપને જાણી શકતા હતા. તેમના પટ્ટરૂપ ઉદયાચલને વિષે ચંદ્રમાં સમાન અને ભવ્ય-ચકર સમૂહને આનંદ પમાડનાર શ્રી ચંદ્રપ્રભસૂરિ થયા કે જે અદ્ભુત મતિરૂપ નાના નિધાન હતા. વળી આશ્ચર્ય તે એ છે કે જે કલંકના સ્થાન ન હતા તથા અજ્ઞાન (રાહ)ને ગ્રાહ્યા ન હતા; તેમજ જ્ઞાનસાગરને વિકાસ પમાડનાર છતાં જે દેષાકર (દેષના સ્થાન) ન હતા. તેમના ચરણ-કમળને વિષે ભ્રમર સમાન એવા શ્રીપ્રભાચંદ્ર આચાર્ય થયા કે જે સદા પંડિત છતાં ગુરૂના કમ (ચરણ)માં અનુરક્ત હતા. શ્રી હેમચંદ્ર મહારાજે બનાવેલ પરિશિષ્ટ પર્વમાંના ચરિત્રો પછી શ્રીવાસ્વામી પ્રમુખ આચાર્યોના ચરિત્રો કે જે દુષ્મા છતાં કેટલાક ગ્રંથો થકી અને કેટલાક શ્રતધરના મુખેથી સાંભળીને મારી મતિને નિર્મળ બનાવવા તથા જિજ્ઞાસુઓની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ નિમળ અને ચમત્કારી ચરિત્રો રચવાને મેં પ્રયાસ કર્યો છે. એ ચરિત્રમાં સં. પ્રદાયના ભેદને લઈને જે કાંઈ સ્કૂલના થઈ હોય, તે પંડિતજને મારા પર પ્રસાદ લાવીને તે સંશોધન કરીને વાંચે. કારણ કે સગવશે જે કાંઈ સાંભળતાં મને પ્રાપ્ત થયું અને મારા જાણવામાં આવ્યું, તે પોતાના શબ્દોમાં આ મેં કથારૂપે રચેલ છે. ગુફાના રંધોમાં રહેતા સિદ્ધ અને કિન્નરેને ઓળંગીને અગ્ર શિખરે સ્થિતિ કરનાર, અત્યંત પ્રિઢ અર્થસંપત્તિને કરનાર એવા આ અક્ષય નિધાન તે અસાધા ના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust