________________ પર . 2 - - 1 " પ્રશાંતિ . પાત્રથી દેદીપ્યમાન, કવિ, મુનિ અને પંડિતોથી શોભાયમાન, રાજાઓને સેવનીય, સર્વ ઈષ્ટાર્થ આપનાર ગુરૂરૂપ કલ્પવૃક્ષથી વિરા જિત, જિનશાસનરૂ૫ ભવ્ય ભૂમિને શોભાવનાર અને અનેક સિદ્ધિજવા રૂપ ભદ્રશાળને શિર (શિખર ) પર ધારણ કરનાર એ ચાંદ્ર નામે | ગચ્છ કે જે મેરૂ પર્વતની તુલનાને ધારણ કરે છે. તેમાં પૂર્વે શ્રી પ્રદ્યુમ્ન નામે આચાર્ય થયા કે જે કલ્પવૃક્ષની એક મોટી શાખા સમાન હતા. વળી જેમના સમાગમરૂપ અમૃતરસથી પુષ્ટ બનેલા અનેક સુજ્ઞ મુનિઓ આચાર્ય પદથી વિભૂષિત થઈ પંડિતેમાં અધિક માનનીય બન્યા છે. વળી અલ્લરાજાની સભામાં દિગંબરને પરાજ્ય થતાં તેને પક્ષ પોતાના આચાર્યને એક ૫ટ (વસ્ત્ર) આપવા માટે લઈ આવ્યો. એટલે સુજ્ઞ જનમાં અગ્રેસર એવા જે પ્રદ્યુમ્નસૂરિએ બધાના દેખતાં તેને પોતાને સેવક બનાવ્યું. તેમના શિષ્ય શ્રીઅભયદેવસૂરિ થયા કે જે ભવ્યાત્માઓના મનવાંછિત પૂરતાં ભાસ્કરની જેમ પોતાના વચનરૂપ કિર થી જગતના અંધકારને દૂર કરતા હતા. વળી પ્રોઢ પ્રમાણુરૂપ તરંગયુક્ત, જેમણે બનાવેલ વાદમહાર્ણવ ગ્રંથ તે સાંયાત્રિક (સંસારી જીવ)ને જિનશાસનરૂપ પ્રવહણ (હાણ) આપે છે. ખરેખર ! એ મહા આશ્ચર્ય છે. તેમની પાટે શ્રીધનેશ્વરસૂરિ થયા કે ત્રિભુવનગિરિનો સ્વામી શ્રીમાન્ કર્દમભૂપતિ જેમનો શિષ્ય હતો, અને ત્યારથી તે ગચ્છ રાજા એવા નામથી જગતમાં પ્રખ્યાત અને પ્રશંસનીય થયો. તેમના પદરૂપ કમળને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને ભવ્ય કમળને શોભા પમાડનાર એવા શ્રીઅજિતસિંહસૂરિ થયા કે જેમની દિવ્ય અને દેદીપ્યમાન વચનરચનાને મિથ્યાત્વીએ સહન કરવાને સમર્થ નથી. ત્યારપછી કર્ક (અ) સમાન અત્યંત તેજસ્વી, જિનમત તથા શ્રીસંઘના આધારરૂપ અને સમસ્ત જનેના લગ્નદોષને હરનાર એવા શ્રીવર્ણમાનસૂરિ થયા. P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust