________________ - ક ર જ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. (313) ઉન્નત પુંડરીકગિરિ તેના જોવામાં આવ્યું, એટલે તેણે પોતાના અધિકારીને તેનું અદ્દભુત માહાસ્ય કહી સંભળાવ્યું. જેથી ભારે ભક્તિપૂર્વક શ્રીયુગાદીશને નમસ્કાર કરતાં અને ધ્યાનથી તે પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ત્યાં તેણે જીર્ણ પ્રાસાદ જે. એટલે કીર્તિપાલે ભંડારીને કહ્યું કે આ પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની અમારી ઈચ્છા છે, પણ આ સંગ્રામ જીતીને પાછા વળતાં એ બધું થઈ શકશે.” પછી પર્વતથી નીચે ઉતરતાં તેણે શત્રુરાજા તરફ પ્રયાણ કર્યું, તે પણ ભારે મદોન્મત્ત હતો. ત્યાં ભાલા સામે ભાલા અને ગદા સામે ગદા એમ શાયના આવેશથી પ્રહારની દરકાર વિના બંને સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. તે વખતે ઉદયન પિતાના સ્વામીની આગળ ઉભું રહીને પ્રહાર કરતો હતો. એવામાં પોતાને પ્રહાર ન લાગતાં પણ તે પૃથ્વી પર પડી ગયા. ત્યાં યુદ્ધમાં જય થયો અને શત્રુ હણાય. એટલે રણભૂમિમાં તપાસ કરતાં ઉદયનને લગભગ મરણાવસ્થાએ પહોંચેલ જોઈને કીર્સિપાલે તેને જણાવ્યું કે “અનિત્ય ભૌતિક દેહને સ્થિર યશથી તે ચિરસ્થાયી બનાવ્યું છે હે ભદ્ર! વણિવ્યવહાર તે તને જ બરાબર રીતે કરતાં આવડ, હવે જે તારા મનમાં કાંઈ શલ્ય ખટકતું હોય, તો મને કહે, એટલે તે પ્રમાણે કામ કરતાં હું તારો કંઈક અનુણી (કણરહિત) થાઉં.' ત્યારે ઉદયન કહેવા લાગે કે –“હે નાથ ! અમે સદા પિતાના સ્વામીના તાબેદાર થઈને રહ્યા છીએ, તેથી તેના જ કાર્યમાં એકચિત્ત હોવાથી અમે તે ઉપરાંત બીજું કંઈ કાર્ય સમજતા નથી. પણ સિદ્ધરાજથી ભય પામતા તમારા બંધુ કુમારપાલ રાજાએ મારી પાસે એક બ્રહ્મચારીને મેક હતા, પરંતુ મેં તેને તિરસ્કાર કર્યો, તે વખતે શ્રીમાન્ કુમારપાલને પણ મારાપર બહુ ગુસ્સો આવ્યો અને મારામાં પણ ભારે પ્રચંડતા આવી ગઈ, તે અત્યારે તમારા ચરણની આગળ તે દેષ મૂકતાં હું મારા અને લેકને સફળ સમજું છું, તેમજ મારૂં કુળ, શીલ અને શ્રુતને પવિત્ર માનું છું. હવે આ મારા મૃત્યુને પ્રતીકાર થઈ શકે તેમ નથી, માટે હું તમને વિનંતિ કરૂં છું, તે સાં. ભળે. મારા પુત્ર વાડ્મટને મારે કંઈક કહેવાનું છે, તે તમે સંભળાવજે કે શત્રુ જય મહા તીર્થના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે એ મારા શુભ હેતુને પાર પાડજે.” એટલે કીર્તિપાલે એ બધું સ્વીકાર્યું, એવામાં શ્રીઉદયન તરતજ ત્યાં પ્રાણરહિત થઈ ગયો. પછી પિતાનું તે કાર્ય કરતાં હું અત્યારે ત્રણરહિત થયે. વળી પિતાની એક દેવકુલિકા મેં નગરમાં કરાવી છે. તેમજ આજ નગરમાં મહા ધનવાન શ્રીછક નામે વ્યવહારી વસે છે કે જે શ્રેણી પાસે નેવું લાખ દ્રવ્ય છે. મારી મિત્રતાને લીધે તેણે એ ધર્મસ્થાનને એક ખત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust