________________ ( 312 ) શ્રી પ્રભાવક ચરિત્ર. સમુદ્ર પર્વત પૃથ્વીનું અવશ્ય પાલન કરશે.” એમ ધારીને બાર પ્રકારના વાજિત્રોથી આકાશને ધ્વનિમય કરતાં પ્રધાનએ ત્રણે ભુવનના મંગલરૂપ તેને રાજ્ય ભિષેક કર્યો. પછી મહોત્સવ પૂર્વક કુમારપાલ રાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો અને તે રાજ્યસન પર બિરાજમાન થતાં ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓએ તેને અક્ષતથી વધાવ્યું. એટલે મહા તેજસ્વી, પ્રતાપવડે પ્રચંડ અને શાંત સ્વભાવથી વર્તનાર એવો કુમારપાલ રાજા પૃથ્વીનું રાજ્ય ચલાવવા લાગ્યો, એવામાં સપાદલક્ષ દેશનો રાજા અર્ણોરાજ કે જે ભારે મદોન્મત્ત હતા, તેની સાથે વિગ્રહ કરવાને કુમારપાલ રાજાએ પિતાની સેના સજજ કરી, અને ગ્રહ, નક્ષત્ર, તારા તથા ઔષધિથી પરવારેલ ચંદ્રમાની જેમ હસ્તી, અશ્વ, પદાતિ અને રથોના સમૂહથી પરવારેલ તથા સામંતમંડળ તેમજ અન્ય ક્ષત્રિયોથી સેવાને તે રાજા પિતાનું સૈન્ય લઈને આગળ ચાલ્યો. કેટલાક દિવસે મેરૂની માફક દુગ્રહી અને લંકાદુગની જેમ અગમ્ય એવા શત્રુરાજાના કિલ્લા પાસે તે પહોંચ્યા. ત્યાં પ્રતિપક્ષી રાજાએ દુર્ગની તરફ બે યોજનામાં બેરડી, બાવળ, ખદિર (ખેર) તથા કરીર (કેરડા) ના વૃક્ષે વાવેલ હોવાથી તે કિલ્લે લોકોને ભારે દુર્ગમ્ય થઈ પડ્યો હતો. એટલે કુમારપાલ રાજાએ ઘણું માણસ લગાડીને તે વૃક્ષો કપાવવા માંડયા, પણ તેનો પાર ન આવ્યો. આથી તે કંટાળીને પાછો ફર્યો અને વર્ષાકાલ પહેલાં અણહિલ્લપુરમાં આવીને ચાર માસ સુધી ખિન્નતા પામેલ પિતાની સેનાનું પિષણ કર્યું. પછી ચોમાસું ખલાસ થતાં તે પોતાનું સન્મ લઈને શત્રુપ્રત્યે ગયે અને ગ્રીષ્મઋતુમાં ફરી પાછો વળે. એમ રાજાને અગીયાર વરસ ચાલ્યા ગયા. એટલે તે ચિંતવવા લાગ્યો કે–પશ્ચિમ સમુદ્ર સુધી મારું રાજ્ય છતાં એ અર્ણરાજ મારા કરતાં અધિક કેમ ગણાય અને મારે તાબે કેમ થાય ?" એમ ક્ષણભર તે વિચારમાં લીન થઈ ગયો. - હવે દેવમંત્રી સમાન તથા નીતિ અને ક્ષત્રિય સંબંધી વિચારમાં ચાલાક એવો વાગભટ નામે તે રાજાને મંત્રી કે જે ઉદયનને પુત્ર હતો. એટલે આ સંકટ આવી પડતાં રાજાએ તેને પૂછયું કે—કે દેવ, યક્ષ કે દેવી સંપ્રભાવી . છે? કે જેના પ્રભાવથી આપણે વિજય પામીએ, અને આપણું મન તેનામાં લીન કરીએ.” એટલે વચન બોલવામાં કુશળ એવો વાડ્મટ કહેવા લાગ્યો કે–“હે સ્વામિન ! તમે મારૂં વચન બરાબર સાવધાન થઈને સાંભળે–જ્યારે આપના આદેશથી આપનો બલિષ્ઠ બંધુ કીરિપાલ સારાષ્ટ્રના સ્વામી નવઘણને નિગ્રહ કરવા ગયો અને અનેક વિગ્રહ કરતાં તે કંટાળી ગયો, તે વખતે સ્તભતીર્થ પુરવાસી ઉદયન નામે મારે પિતા સંગ્રામમાં સૈન્યબળ આપનાર હતો. એકદા ત્યાંથી પાછા ફરતાં જેના દર્શન દુર્લભ છે અને અત્યંત રમણીય એવો P.P.AC. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust