________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. ( 289 ) આવ્યા અને ત્યાં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં માઘ મહિનાની શ્રત ચતુર્દશીના દિવસે બ્રાહ્મ મુહૂર્ત અને શનીવારે આઠમો ધિય ધર્મસ્થિત અને વૃષની સાથે ચંદ્રમાને વેગ થતાં બહસ્પતિ લગ્નમાં સૂર્ય અને ભેમ શત્રુસ્થિત રહેતાં શ્રીમાન ઉદયને દીક્ષા મહોત્સવ કરતાં ગુરૂ મહારાજે ચંગદેવને દીક્ષા આપી અને તેનું સેમચંદ્ર એવું નામ રાખ્યું. પછી ચોગ્ય શિષ્યોને ઉચિત અને આહંત આગમમાં બતાવેલ આચારો તેમણે એક ધ્યાનથી તે શિષ્યને કહી સમજાવ્યા. એવામાં ચાચ શ્રેણીના જાણવામાં આવતાં તે તરત ત્યાં ગયો અને ક્રોધાય માન થઈને કર્કશ વચન બોલવા લાગ્યું. તેને ગુરૂ પાસે લઈ જઈને ઉદયને પોતે મધુર વચનથી શાંત પમાડયો. : હવે શ્રી સોમચંદ્ર મુનિએ પોતાના ચંદ્ર સમાન ઉજવળ પ્રજ્ઞાબળથી સત્વર તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્ય વિદ્યાને અભ્યાસ કરી લીધો. એવામાં એકદા એકપદથી લક્ષપદ કરતાં અધિક પૂર્વનું ચિંતન કરતાં તેમને ખેદ થવાથી વિચાર આવ્યો કે-“અલ્પબુદ્ધિ એવા અમને ધિક્કાર છે, માટે ચકરપક્ષી જેમ ચંદ્રમાની તેજસ્વી સ્નાને આરાધે, તેમ મારે કાશ્મીરવાસી દેવીનું આરાધન કરવું છે.” એમ નિશ્ચય કરીને સોમચંદ્રમુનિએ ભારે નમ્રતાપૂર્વક ગુરૂમહારાજને વિનંતિ કરી, એટલે દેવીનું સન્મુખ આગમન જાણીને તેમણે તે માન્ય રાખી. પછી ગીતાર્થ સાધુઓ સાથે અનેક વિદ્યાઓના નિધાન એવા શ્રી સોમચંદ્રમુનિએ તામ્રલિપ્તિથી કાશ્મીરદેશ તરફ પ્રયાણ કર્યું. એવામાં શ્રી નેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા શ્રીરૈવતાવતારતીર્થમાં ગીતાર્થોની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સરસ્વતી દેવી તે મુનિને સાક્ષાત્ થઈ, અને કહેવા લાગી કે - હે નિર્મળમતિ વત્સ ! તું દેશાંતર જઈશ નહિ. તારી ભક્તિથી સંતુષ્ટ થયેલ હું અહીંજ તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” એમ કહીને ભારતી દેવી અદશ્ય થઈ ગઈ. એટલે તેની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે તે પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીના પ્રસાદથી સેમચંદ્રમુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોમાં અગ્રેસર અને ઉદ્દભવતા અંતર શત્રુઓને અગોચર થયા. એવામાં પ્રભાવક પુરૂષની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા સોમચંદ્રમુનિને સૂરિપદને યોગ્ય સમજી શ્રીસંઘને બોલાવીને શ્રી દેવચંદ્રગુરૂ વિચારવા લાગ્યા કે –“ગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી અમારે આત્મસાધન કરવું ઉચિત છે. અમારા પૂર્વના આચાર્યો પણ સદા એ આચાર આચરતા આવ્યા છે. " પછી તેજ વખતે સુજ્ઞ નૈમિત્તિક પાસે તેમણે લગ્નને વિચાર ચલાવ્યું. એટલે તેમણે પણ વિચાર કરીને આ પ્રમાણે સર્વોત્તમ ગુણયુક્ત સમય બતાવ્યો-“અલ્પ કર્ક, 37 .P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust