________________ ( 288 ) શ્રી પ્રભાવક ચરિત્ર. પ્રભાતે પાહિનીએ તે દિવ્ય સ્વપ્ન તે ગુરૂ પાસે નિવેદન કર્યું. ત્યારે ગુરૂએ શાસ્ત્રવિહિત તેને અર્થ સંભળાવતાં જણાવ્યું કે–“હે ભદ્ર! જિનશાસનરૂપ મહાસાગરમાં કૌસ્તુભ સમાન તને પુત્ર પ્રાપ્ત થશે કે જેના સુચરિત્રથી આકર્ષાઈને દે પણ તેના ગુણગાન કરશે.” પછી એકદા પાહિનીને શ્રી વીતરાગના બિંબની પ્રતિષ્ઠા કરવાને દેહલા ઉત્પન્ન થયે, તે ભારે પુણ્યથી તેના પતિએ પ્રમોદ પૂર્વક પુરે કર્યો. એવામાં સમય થતાં પવિત્ર દિવસે પોતાની કાંતિથી અગ્નિની પ્રજાને જીતનાર અને મલયાચલના શિખર પર રહેલ ચંદન સમાન એવા નંદનને તેણે આનંદપૂર્વક જન્મ આપ્યો, એટલે વિવિધ પ્રકારના વાજિંત્રના આડંબરપૂર્વક વર્યાપન કરતાં બાર દિવસ વ્યતીત થયા ત્યારે સદાચારથી શોભતા ચાચ શ્રેષ્ઠીએ તે બાળકનું નામ પાડવાની ઈચ્છાથી ભકિતપૂર્વક પિતાના સ્વજનેને બોલાવીને જણાવ્યું કે-“આ બાળક અમારા ઘરે અવતરતાં એની માતાને પ્રતિષ્ઠાને હલે ઉત્પન્ન થયે, એ પ્રતિષ્ઠાને લીધે પૂજાવડે દેવતાઓ પણ રમણુય થાય છે માટે એનું અન્વયયુકત ચગદેવ એવું નામ ઉચિત છે કારણ કે સમસ્ત વસ્તુઓમાં સત્યતા છે, એજ તેને શુભ ઉત્તર કાળ સુચવે છે.” પછી તેણે કપૂરયુકત પાન સોપારીથી તેમનો સત્કાર કરીને વિસર્જન કર્યા. હવે મંગલના આધારરૂપ વર્ધમાનની જેમ વૃદ્ધિ પામતે અને અક્ષત દક્ષતાયુકત તે ચંગદેવ બાલપણમાં ભારે પ્રતિભાશાળી થયે. એટલે પાંચમે વર્ષે નિદેષ એવા તેને એક વૃદ્ધની જેમ સદ્દગુરૂની શુશ્રુષા કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. છે ! ' એવામાં એક દિવસે મોઢચત્યમાં ગુરૂ ચૈત્યવંદન કરતા હતા, તે વખતે પુણ્યશાળી પાહિની પુત્ર સહિત ત્યાં આવી, અને પ્રદક્ષિણા દઈને જેટલામાં તે ભગવંતની સ્તુતિ કરવા લાગી, તેવામાં અંગદેવ તરત ગુરૂના આસન પર બેસી ગયો તે જોઈને ગુરૂ પાહિનીને કહેવા લાગ્યા કે--“હે ભદ્રે ! તે મહાસ્વપ્ન તને યાદ છે ? મેં કહ્યું હતું કે એકવાર તેની નિશાની તારા જેવામાં આવશે. હવે અત્યારે તારા પુત્રે જે કર્યું, તે તું જાતે જોઈ લે. " એ પ્રમાણે કહીને ગુરૂએ સંઘરૂપ નંદનવનને શોભાવનાર કલ્પવૃક્ષ સમાન તે પુત્રની માતા પાસે માગણી કરી. ત્યારે તે બેલી કે-- હે પ્રભુ! તમે એના પિતા પાસે યાચના કરે, તે યુકત છે.” એટલે તેની પરવાનગી વિના ભય પામતા ગુરૂ કંઈ પણ બોલ્યા નહિ. ત્યાં ગુરૂની વાણું અલંઘનીય સમજી અને સ્વપ્નને યાદ કરીને આચારને માન આપનારી એવી પાહિનીએ મનમાં દૂભાયા છતાં સ્નેહથી પિતાનો પુત્ર ગુરૂ મહારાજને અર્પણ કર્યો. ને તેને લઈને ગુરૂ શ્રીસ્તંભનતીર્થ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust