________________ શ્રી દેવસરિચરિત્ર . (ર૭૩) નિશ્ચય કરવા ત્રણ ઉપવાસ કરીને તેણે શાસનદેવીની આરાધના કરી, એટલે દેવીએ તેને આદેશ કર્યો કે– યુગપ્રધાન સમાન શ્રીદેવસૂરિના હાથે એ * બિંબની પ્રતિષ્ઠા કરાવ.” પછી તે શ્રાવકની પ્રાર્થનાથી આચાર્ય મહારાજે તે બિંબની પ્રતિષ્ઠા કરી. ઉદાવતી નામે તે ચૈત્ય અદ્યાપિ વિદ્યમાન છે. એકદા નાગપુર તરફ વિહાર કરવાની ઈચ્છાથી આચાર્ય મહારાજ અબુદ પર્વત પાસે આવ્યા અને શિષ્ય તથા શ્રાવકોના આગ્રહથી તેઓ અબુંદ ગિરિ પર ચડ્યા. તે વખતે અંબાપ્રાસાદને મંત્રી તેમની સાથે પર્વત પર આરોહણ કરતા હતા. એવામાં કર્મની વિચિત્રતાથી તેને પગે સર્પ કરડ્યો, તે જાણવામાં આવતાં ગુરૂએ તેને પાદિક (પગ ધોવણ) મોકલ્યું તેનાથી પગ ધોતાં તરતજ સર્પનું વિષ દૂર થઈ ગયું. પછી સંસાર-સાગરના તારક એવા શ્રીયુગાદિદેવને નમસ્કાર કરીને શ્રીગુરૂએ પ્રત્યક્ષ થયેલ શાસનદેવી શ્રી અંબાદેવીની સ્તુતિ કરી. એટલે દેવી કહેવા લાગી કે –“બહુ માનને લીધે મારે તમને કંઈક કહેવાનું છે. તમે જ્યારે દૂર સપાદલક્ષ દેશમાં હતા, ત્યારે તમારા ગુરૂ મારા વચનથી અહીં આવ્યા. તેમને કહ્યું હતું કે- આજથી તમારું આયુષ્ય માત્ર આઠ મહિના બાકી છે,” માટે તમે સત્વર અણહિલ્લપુર તરફ પાછા ફરો. ' એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ. પછી આચાર્ય ચિંતવવા લાગ્યા કે—“અહમાતાની જેમ અંબાદેવીનું મારા પર કેટલું બધું વાત્સલ્ય છે?” એમ ધારી ત્યાંથી પાછા ફરીને દેવસૂરિ સત્વર ગુરૂ પાસે આવ્યા અને દેવીનું વચન તેમણે ગુરૂને કહી સંભળાવ્યું, એટલે પિતાના કાળજ્ઞાનથી તે અત્યંત સંતેષ પામ્યા. હવે એકદા ઘણુ વાદના જયથી મસ્ત બનેલ એ દેવબોધ નામે એક ભાગવતદર્શની શ્રી અણહિલ્લપુરમાં આવ્યો, અને મદેન્મત્ત થયેલ તેણે રાજદ્વાર પર અવલંબનપત્ર લટકાવ્યું કે જેમાં તેણે પંડિતાને દુબોધ એ આ પ્રમાણે એક શ્લોક લખેલો હતો દિરિવાર–મેનનેના બુદ્ધિમાનોને પણ દુર્બોધ એ લેક જેઈને વિદ્વાન બધા સૂર્યદ. નની જેમ પિતાના લોચનને બંધ કરવા લાગ્યા. ત્યારે છ મહિનાને અંતે અંબાદેવીને રાજા પર પ્રસાદ થયે, જેથી તેણે રાજાની સમક્ષ સુજ્ઞશિરોમણિ એવા દેવસૂરિ ગુરૂ બતાવ્યા. એટલે બુદ્ધિના નિધાન શ્રી દેવસૂરિએ ગિરિનદીને પ્રવાહ જેમ પર્વતશિલાને ભેદે, તેમ રાજાની સમક્ષ તે લોકો ભેદ કરી બતાવ્યું, જેથી રાજાએ તેમને મિત્રસમાન માની લીધા. 35 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust