________________ શ્રી દેવરિચરિત્ર. ( 21 ) આનંદ પમાડનાર તે બાળક વૃદ્ધિ પામતાં, ચંદ્રસ્વપ્નના અનુસારે પિતાએ તેનું પૂર્ણ ચંદ્ર એવું નામ રાખ્યું. એકદા તે નગરમાં ઉપદ્રવ જાગ્યા કે જેથી લોકો ભારે ત્રાસ પામવા લાગ્યા, અને તરતજ પિતાના બચાવને લાંબે વિચાર કરવા લાગ્યા. તે વખતે વીરનાગ વિચાર કરીને દક્ષિણ દિશામાં ચાલ્યો અને લાટદેશના ભૂષણરૂપ ભગુકચ્છ નગરમાં પહે, એવામાં જંગમ તીર્થરૂપ શ્રી મુનિચંદ્રસૂરિ પણ વિહાર કરીને ત્યાં ગયા. તેમના આદેશથી સાધમીઓએ વીરનાગને આશ્વાસન આપીને ત્યાં રાખે. તેને આઠ વરસને પૂર્ણચંદ્ર પુત્ર બાળકને ઉચિત મસાલાની ફેરી કરવા લાગ્યા. તે ઈચ્છાનુસાર ગૃહસ્થોના ઘરે જતો અને ત્યાં ઉપસેલ ચણા જેવી દરાખ પામતા. કારણ કે બાલ્યાવસ્થામાં પણ પુણ્ય તે જાગ્રત જ હોય છે. એક દિવસે વ્યંજન (નમક) વેચવાને તે કોઈ ગૃહસ્થના ઘરે ગયો. ત્યાં રૂપીયા અને સુવર્ણ-સમૂહને તજી દેતા તે ગૃહપતિને તેણે જોયે. કારણ કે પિતાના દુર્ભાગ્યના ઉદયથી તે દ્રવ્યને કાંકરા અને અંગારરૂપે જોતો હતો. આથી અત્યંત વિસ્મય પામેલ પૂર્ણચંદ્ર કહેવા લાગ્યું કે––મનુષ્યોને સંજીવન-ઔષધ સમાન આ પુષ્કળ દ્રવ્યને તમે શા માટે નાખી દ્યો છે?” * એ પ્રમાણે તેના કહેવાથી પેલે ગૃહસ્થ વિચાર કરવા લાગ્યું કે –“આ બાળક પુણ્યશાળી લાગે છે.” પછી તેણે બાળકને જણાવ્યું કે--“હે વત્સ ! આ દ્રવ્ય તું મને વાંસના પાત્રમાં નાખીને આપ.” એમ કહેતાં તે બાળકે પાત્રમાં તે ભરીને ગૃહસ્થને આપ્યું. એટલે તેના કર સ્પર્શના માહાસ્યથી ગૃહસ્થને તે બધું દ્રવ્ય જેવામાં આવ્યું. અહા ! પુણ્ય–પાપનું સાક્ષાત્ આવું અંતર જોવામાં આવે છે. પછી તે શ્રેષ્ઠીએ બધું ધન પોતાના ઘરની અંદર દાટી દીધું. ત્યારે બાળકે ચીજ લેવા માટે એક સેનામોર તેની પાસે માગી. તે શ્રેષ્ઠીએ આપતાં બાળક ખુશી થતો પિતાના ઘરે આવ્યા અને પોતાના પિતાને તે બધી હકીકત સંભબાવીને પ્રમોદથી તે સોનામહોર આપી. વીરનાગે એ બધે વૃત્તાંત ગુરૂ મહારાજને નિવેદન કર્યો. જે સાંભળતાં ગુરૂ સંતોષ પામીને ચિતવવા લાગ્યા કે– આ બાળક શું પુરૂષોત્તમ છે કે જેને ઈચ્છતી લક્ષમી પિતાનું રૂપ બતાવે છે. લેકરૂપ કમંદોને આનંદ પમાડવામાં ચંદ્રમા સમાન ચળકતી પ્રભાયુક્ત એ બાળક જો મારે પ્રિય શિષ્ય થાય, તે શાસનની ભારે ઉન્નતિ થાય.” પછી ગુરૂએ વીરનાગને જણાવ્યું કે –“હે ભદ્ર ! અમારૂં વચન સાંભળ-'; અમારું તને વરદાન છે કે જે વસ્તુ તને પ્રાપ્ત થાય, તેની અમે ભાગીદાર થઈએ. એ પ્રમાણે સાંભળતાં વીરના કહેવા લાગ્યો કે-ગુરૂતાને ધારણ કરનાર આપ પૂજ્યના કુળમાં હું એક પુત્રવાળે છું. વળી વૃદ્ધ હોવાથી મારું જીવન એ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust