SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ( 292) મા પ્રભાવક ચરિત્ર. ' ગયા. એટલે એ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો અને આચાર્ય મહારાજે આગળ જઈને શેવાળાને પૂછયું કે--અહીં તમારે કંઈ પૂજનીય છે?” ત્યારે તેમાંના એક ગેવાળ કહેવા લાગ્યો કે હે પ્રભો! સાંભળો–આ પાસેના ગામમાં મહીણલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના સર્વ આંચળથી દુધ ઝરે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘરે જાય છે અને ત્યાં દોહવામાં આવતાં મહાકથી અલ્પ દુધ પણ તે આપતી નથી, તેનું કારણ કંઈ સમજાતું નથી.' એમ કહીને તેમણે ત્યાં આચાર્યને ક્ષીર બતાવ્યું. એટલે પાસે બેસીને તે પ્રાકૃત ગાથાઓથી શ્રી પાર્શ્વનાથનું સ્તોત્ર કહેવા લાગ્યા. ત્યાં નાસિકાના અગ્રભાગે દષ્ટિસ્થાપન કરીને જાતિજન ઇત્યાદિ બત્રીશ ગાથાઓનું તેઓ સ્તવન બોલ્યા. ત્યાં હળવે હળવે જાણે પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રગટ થયું. એટલે સંઘ સહિત આચાર્ય મહારાજે તરત તેને વંદન કર્યું, જેથી સમસ્ત રાગ તરત દૂર થયો અને તેમને દેહ કનક સમાન તેજસ્વી ભાસવા લાગ્યો. તે વખતે ચતુર અને ભાવિક શ્રાવકોએ ગંદકથી પ્રભુબિંબને ન્હવરાવીને કરાદિકના વિલેપનથી તેની પૂજા કરી. પછી તેમણે ઉજવળ પડદાથી તે બિંબપર છાયા કરી અને ત્યાં શ્રીસંઘે અનિવારિત દાનશાળામાં બધા ગ્રામ્યજનાને ભોજન કરાવ્યું. વળી પ્રાસાદ કરાવવા માટે શ્રાવકોએ ત્યાં દ્રવ્ય એકઠું કર્યું. તેમાં કલેશ વિના એક લક્ષ દ્રવ્ય તરત થઈ ગયું, તેમજ ગ્રામ્યજનોએ ભૂમિની અનુમતિ આપી. હવે શ્રીમદ્ભવાદી-શિષ્યના શ્રાવકેએ ત્યાં રહેનાર આગ્રેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને બોલાવ્યા. એટલે સુંદર કામ કરવામાં વિચક્ષણ એવા તેમને આજ્ઞા થતાં ચિત્યનું કામ શરૂ કર્યું અને અ૯પ કાળમાં તેમણે તે કામ સંપૂર્ણ કર્યું. તે કામના અધ્યક્ષને પ્રતિદિન એક દ્રશ્ન પગાર કર્યો હતો, તેમાંથી અ૯૫ ભેજનાદિકમાં વાપરતાં બાકીના વધેલ દ્રવ્યવડે તેણે ચેત્યમાં પિતાના નામની એક દેવકુલિકા કરાવી કે જે અદ્યાપિ ત્યાં વિદ્યમાન દેખાય છે. પછી શુભ મુહૂર્તે આચાર્ય મહારાજે ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણે દ્રે આવીને તેમને જણાવ્યું કે –“મારા વચનથી તમે એ સ્તવનમાંની બે ગાથા ગેપવી ઘો; કારણ કે કેટલાક પુણ્યહીન જનોને મારે પ્રત્યક્ષ થવું પડશે.” આ તેના આદેશથી અદ્યાપિ તે સ્તુતિ ત્રીશ ગાથાની છે અને તે ભણતાં ગણુતાં પુણ્યશાળી જનેના અત્યારે ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ કરે છે. ત્યારથી એ તીર્થ મનવાંછિત પૂરનાર અને રોગ, શોકાદિ દુઃખરૂપ દાવાનળને શાંત કરવામાં મેઘ સમાન પ્રવર્તમાન થયું. વળી જન્મકલ્યાણના મહામહોત્સવમાં પ્રથમ ધવલકના મુખ્ય શ્રાવકે જળકળશ લઈને ભગવંતને સ્નાન કરાવ્યું. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષરપંકિત પૂર્વે લખવામાં આવેલ છે. એમ લેકમાં સંભળાય છે. '' - : * * * * : : : : : : : . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy