________________ - - - - - - - - - - - - - શ્રી અભયદેવસૂરિ–ચરિત્ર. (રા) દુષ્ટ રક્તદોષ લાગુ પડ્યો. તે વખતે ઈર્ષ્યાળ લેકે કહેવા લાગ્યા કે –“ઉસૂત્રના કથનથી કુપિત થયેલા શાસનદેવોએ એ વૃત્તિકારને કોઢ ઉત્પન્ન કર્યો છે.” એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થયેલા અને પોતાના અંતરમાં પરલોકને ઈચ્છતા એવા તેમણે રાત્રે ધરણંદ્રનું ધ્યાન કર્યું. ત્યાં સત્વકસોટીના પાષાણતુલ્ય એવા તેમણે સ્વપ્નમાં તરત પોતાના દેહને ચાટતા નાગેન્દ્રને . આથી તેમણે વિચાર કર્યો કે-“કાલરૂપ આ વિકરાલ સર્ષે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય ક્ષીણ થયું લાગે છે, તે હવે અનશન આદરવું એજ મને યોગ્ય છે.” એ પ્રમાણે ચિંતવતાં બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્ર આવીને તેમને કહ્યું કે“ તમારા દેહને ચાટીને રોગને દૂર કર્યો છે.” એમ સાંભળતાં ગુરૂ બોલ્યા કે–“મૃત્યુના ભયથી મને ખેદ થતું નથી, પરંતુ રોગને લીધે પિશન લેકો જે અપવાદ બોલે છે, તે મારાથી સહન થઈ શકતું નથી.’ ત્યારે ધરણુંક કહેવા લાગ્યો કે--“એ બાબતમાં તમારે અધીરાઈ–ખેદ ન કરે. હવે આજે દીનતા તજીને જિનબંબના ઉદ્ધારથી તમે એક જૈન પ્રભાવના કરો. શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવક, વહાણ લઈને સમુદ્રમાર્ગે જતાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવતાએ સ્તંભેલ હતું. આથી શ્રેષ્ઠીએ તેની પૂજા કરતાં તે વ્યંતરે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂમિમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કહાડી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી, જેથી ત્યાં તીર્થ થયું. બીજી પાટણમાં બિંબવૃક્ષના મૂળમાં સ્થાપન કરી, અરિષ્ટનેમિની પ્રતિમા પ્રાસાદમાં સ્થાપના કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન ગામમાં સેટિક નદીના તટપર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને તમે પ્રગટ કરે. કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. વળી પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને ભૂમિમાં રહેલ બિંબના પ્રભાવથી રસનું સ્તંભન કર્યું અને તેથી તેણે ત્યાં સ્તંભનક નામનું ગામ સ્થાપન કર્યું, તેથી તમારી પણ પવિત્ર કીર્તિ અચળ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેત સ્વરૂપથી તમારી આગળ, અન્ય જનના જોવામાં ન આવે તેમ એક દેવી ત્યાં માર્ગ બતાવનાર રહેશે. એ પ્રમાણે કહીને ધરણંદ્ર અંતર્ધાન થઈ ગયે. પછી સંતુષ્ટ થયેલ આચાર્યે રાત્રિને અદ્ભુત વૃત્તાંત બધે શ્રીસંઘને કહી સંભળાવ્યો. જે સાંભળતાં ભારે હર્ષિત થયેલા ધાર્મિકજને તે વખતે યાત્રાએ જવાને તૈયાર થયા અને નવસેં ગાડાંઓ ત્યાં ચાલતા થયાં. શ્રીસંઘના આગ્રહથી આચાર્ય મહારાજ આગળ થઈને ચાલવા લાગ્યા. એમ આગળ ચાલતાં સંઘ જ્યારે સાટકા નદીના કિનારે આવ્યા, ત્યારે ત્યાં બે વૃદ્ધ અશ્વો અદ્રશ્ય થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust