________________ ( 246 ) શ્રી પ્રભાવક ચરિત્ર. વાને પણ તું સમર્થ નથી, તે અનાદિકાળથી ચાલ્યા આવતા દર્શનોને નાશ કરવાને કેમ તૈયાર થયા છે? જે દયાના અથી હોય તે જૈન ધર્મને આરાધે, રસના અથી કોલદનને, વ્યવહારના અથી વેદને અને મુક્તિના અથી નિરંજનને આરાધે એમ ચિરકાળથી પોતાના મનમાં જામેલ સંસ્કાર અભિમાનયુક્ત લોકો પોતપોતાના મતને મૂકીને એકત્ર કેમ થાય? હે રાજન ! તેને તું વિચારતો કર.” એ પ્રમાણે સાંભળવાથી કદાગ્રહ અને ગર્વ નાશ થતાં રાજાએ તે દર્શ. નીઓને સન્માન આપીને ભોજન કરાવ્યું અને તેમને મુકત કરતાં તેણે જણાવ્યું કે– તમે તમારા ધર્મમાં સ્થિર રહેજે, પણ એકત્રતાને આગ્રહ માટે હું તમને પ્રતિબંધ કરતો નથી.” એમ બધા દર્શનીઓને છોડાવતાં બહુમાન પામેલા સુરાચાર્ય પોતાના ઉપાશ્રયમાં આવ્યા. હવે ત્યાં વિદ્યામઠમાં વિદ્યાથીઓ ભેજરાજાએ બનાવેલ વ્યાકરણ નિરંતર ભણતા હતા. ત્યાં કંઈક કારણને લીધે વિદ્વાન બધા એકત્ર થયા, એટલે શ્રીમાન ચુડસરસ્વતીસૂરિ પણ ત્યાં ચાલ્યા. ત્યારે સૂરાચાર્યે કહ્યું કે“અમે પણ ત્યાં સાથે આવીશું.’ આથી ગુર્જરદેશની વિદ્વત્તાની શંકાથી તેમણે નિષેધ કર્યો કેતમે દશને માટે પરિશ્રમ લેતાં થાકી ગયા છે, માટે આજે અહીં જ રહે.” છતાં સદા તત્પર એવા સૂરાચાર્ય કહેવા લાગ્યા કે એ દેખાવ જેવાની અમારી ઉત્કંઠા છે. વળી તમારા દેશના વિદ્વાનેને જોવામાં તરૂણ એવા અમને શ્રમ કે ? એવા કુતુહળને માટે જ અમે વિહાર કર્યો છે, માટે તમારી સાથે આવીશું. આવા સૂરાચાર્યના આગ્રહથી તેમણે નિષેધ ન કરતાં સાથે આવવાની અનુમતિ આપી. અને શંકિત થઈને તેઓ સૂરિને સાથે લઈ ગયા. ત્યાં ઉપાધ્યાયે પૂછયું કે–આ અતિથિ કયાંથી આવ્યા છે ?" ત્યારે ચૂડસરસ્વતીએ જણાવ્યું કે—અણહિલપુર નગરથી એઓ આવ્યા છે. એટલે અધ્યાપકે વિશેષ આદરથી તેમનું સ્વાગતાદિક કર્યું અને તે બંને તેણે એક પ્રધાન આસન પર બેસાર્યા. પછી સુરાચાર્યે અધ્યાપકને પ્રશ્ન કર્યો કે–અહીં કો ગ્રંથ વંચાવવામાં આવે છે?” તેણે જણાવ્યું–‘શ્રી ભેજરાજાનું બનાવેલ વ્યાકરણ અહીં ચાલે છે. ત્યારે અભ્યાગત વિદ્વાને કહ્યું–‘તે ગ્રંથમાંનું મંગલાચરણ બોલે.” એટલે ઉપાધ્યાય વિદ્યાથીઓ સાથે ઉચ્ચ સ્વરે બેયા કે-- चतुर्मुखमुखांभोज-वनहंसवधूर्मम / માનો મત નિત્યં શુદ્ધવ સરસ્વતી” I ? | બ્રહ્માના મુખ-કમળરૂપ વનમાં હંસવધુ સમાન એવી શુદ્ધ વર્ણવાળી સરસ્વતી નિરંતર મારા મનમાં રમણ કરે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust