________________ શ્રી પ્રભાવક ચરિત્ર. લઈને ખેંચી રહી છે અને તામ્રચૂડ-કુકડાઓ જ્યાં સુધી પ્રભાતને સૂચન કરતા રહે છે, ત્યાં સુધી તું વિદ્વડળમાં જય પામતે રહે.” એ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરતાં કેટલાક સમય વ્યતીત કરીને રાજા પિતાના રાજભવનમાં ચાલ્યો ગયો અને આચાર્ય નગરીમાં આવ્યા. હવે ત્યાં પૃથ્વીરૂપ રમણીના હાર સમાન જિનમંદિર લોકોના મુખથી જાણવામાં આવતાં જ્ઞાનનિધાન આચાર્ય તે ચૈત્યમાં ગયા. ત્યાં સુવર્ણ, મણિ, માણિકયની પૂજાની પ્રસરતી પ્રભાયુક્ત જિનપ્રતિમાઓને તેમણે ભકિતપૂર્વક વંદન કર્યું. પછી પાઠ કરવામાં સાવધાન અને સરલ સ્વભાવવાળા જ્યાં પંડિત વિદ્યમાન છે તથા મૂર્ખ શિષ્યાનો જ્યાં અભાવ છે એવા એક મઠમાં નિર્દોષ સૂરાચાર્યે પ્રવેશ કર્યો ત્યાં દુષ્ટ–અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન એવા ચૂડેસરસ્વતી નામે આચાર્ય હતા કે જેની પ્રશંસા સમસ્ત વિદ્વાને નિરંતર કરતા હતા. એટલે સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્યું પ્રમોદથી તે આચાર્યને પ્રણામ કર્યા. તેમના ના શિષ્યોએ સ્વાગત પ્રશ્ન પૂર્વક સૂરાચાર્યને પ્રણામ કર્યા. પછી આચાર્યો તેમને અતિથિ સમજીને ગોચરી માટે ન મોકલ્યા અને શુદ્ધ આહાર લાવીને તેમને ભકિતપૂર્વક ભોજન કરાવ્યું. ત્યાં સાધર્મિક, રાજા અને શ્રાવકના કુશળ પ્રશ્નના વિનોદમાં તેમણે ભારે સંતોષથી બાકીને સમય વ્યતીત કર્યો. - એવામાં એક વખતે ભારે પ્રભુતાને લીધે રાજાને ગર્વ થયે. કારણ કે કમળથી પણ કીટ (જંતુ) ઉત્પન્ન થાય છે. એટલે એ દર્શનોને ભેગા કરીને તેણે જણાવ્યું કે–તમે જુદા જુદા આચારમાં રહીને લોકોને ભમાવે છે, માટે દશ નના તમે બધા પંડિતો સાથે મળીને એક દર્શન કરી ઘો કે જેથી અમે લોકો સંદેહમાં ન પડીએ.” ત્યારે કેટલાક મુખ્ય મંત્રીઓએ રાજાને નિવેદન કર્યું કે –“હે સ્વામિન્ ! આપણે કઈ પૂર્વજ એવું કામ કરવા સમર્થ થઈ શક નથી.” એટલે રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો કે–પરમાર વંશમાં પૂર્વે કોઈ પણ રાજા પિતાની શકિતથી ગડ દેશસહિત દક્ષિણ દેશને ભકતા શું થયે છે?” એમ સાંભળતાં બધા લેકે મન રહ્યા. એટલે રાજાએ પિતાના સેવકેદ્વારા તે બધા લોકોને પશુઓની જેમ એક વાડામાં એકત્ર કર્યા. ત્યાં એક હજાર પુરૂષો અને સ્ત્રીઓને પણ લઈ જવામાં આવી. તેમને બધાને એકમત કરવાની ઈચ્છાથી રાજાએ ભેજન આપવાનું પણ બંધ કર્યું. વિવિધ ધાન્યમાં જેમ એક રસ ઉપલબ્ધ ન થાય, તેમ અનાદિસિદ્ધ પિતપોતાના શાસ્ત્રોના પ્રમાણેથી તેમની . એકતા ક્યાંથી થાય? છતાં ચિંતારૂપ મહાજવર ઉપસ્થિત થતાં પોતાના જીવનું રક્ષણ કેમ થાય એવા વિચારથી સુધાના ત્રાસને લીધે તેમનામાં એક્તા આવી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust