________________ (ર૩૪): શ્રી પ્રભાવક ચરિત્ર. * એ પ્રમાણે સાંભળતાં પોતાની જન્મભૂમિના પક્ષપાતથી ધનપાલ કવિ સત્વર ધારાનગરીમાં આવ્યો. એટલે તેનું આગમન જાણવામાં આવતાં ભોજ ભૂપાલ પગે ચાલીને તેની સન્મુખ આવ્યે ત્યાં સાથે મળતાં રાજાએ તેને દઢ આલિંગન દઈને બુદ્ધિનિધાન ધનપાલને કહ્યું કે–“હે મિત્ર ! મારે અવિનય ક્ષમા કર, ત્યારે ધનપાલ અથુ લાવીને બોલ્યો કે –“હે મહારાજ ! હું બ્રાહ્મણ છતાં જેનર્લિંગથી નિ:સ્પૃહ છું અને સદ્ગતમાં અવશ્ય સસ્પૃહ છું. વળી મારાપર થતો તારે મેહ મને અહીં વિલંબ કરાવશે કારણ કે ઉદાસીન પુરૂષના મનમાં માન કે અપમાન કંઈ અસર કરતા નથી.” એટલે રાજાએ જણાવ્યું કે –“એ સંબંધી તારા માટે મને જરા પણ ખેદ નથી, પરંતુ તું વિદ્યમાન છતાં ભેજની સભા જે પરવાદીથી પરાભવ પામે, એ એક રીતે તારોજ પરાભવ છે. એમ સાંભળતાં કવીશ્વર બે કે –“હે નરેંદ્ર! તું ખેદ કરીશ નહિ, પ્રભાતે એ ભિક્ષુ અનાયાસે પરાજિત થશે આથી ભેજ ભૂપતિ હદયમાં હર્ષ પામતો પોતાના ઘરે ગયો અને ધનપાલ પણ વેષ તજીને પોતાના ઘરે આવ્યો, કે ઘર સંમાર્જન વિનાનું હતું, સસલા અને ઉંદરોના બિલોથી વ્યાપ્ત અને ઘણુ રાફડાથી તે ભારે દુગમ બની ગયું હતું. પછી પ્રભાતે રાજભવનમાં આવતાં રાજાએ તેને મકાનની શુદ્ધિ પૂછી ત્યારે ધનપાલ કહેવા લાગ્યા કે-“હે રાજન! સત્ય વચન સાંભળે–અત્યારે આપણુ બંનેનું સદન સમાન છે. કારણ કે તારા મકાનમાં સુવર્ણના વિશાલ પાત્રો છે અને મારા ઘરમાં વિસ્તૃત આર્તનાદ થઈ રહ્યા છે. તારું ભવન બધા પરિજનથી વિભૂષિત છે અને મારું ગૃહ સમસ્ત પરિજનથી રહિત છે, વળી તારું ભવન હાથી–હાથણીએથી ગહન છે અને મારું ઘર રજ-ધૂળથી વ્યાપ્ત છે.” હવે રાજાએ ઈંદ્ર સભા સમાન પોતાની સભામાં ધર્મવાદીને બોલાવીને કહ્યુંવ્યું કે હે વાદી ! સાંભળ, આ વાદીઓના ગર્વને ઉતારનાર ધનપાલ કવીશ્વર આવ્યો છે.” ત્યારે પિતાના પૂર્વ પરિચિત છિપ નામના વિદ્વાનને જોઈ ધર્મ તેને સંતેષ પમાડવા માટે આ પ્રમાણે કાવ્ય બોલ્યા:– " श्रीछित्तपे कईमराजशिष्ये सभ्ये सभाभर्तरि भोजराजे। सारस्वते स्रोतसि मे प्लवंतां पलालकल्पा धनपालवाचः" // 1 // કર્દમરાજ-શિષ્ય શ્રીછિત્તપ સભાસદ અને ભેજરાજા સભાપતિ છતે પલાલ -ઘાસતુલ્ય ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તણાતી–ડૂબતી થાઓ. ત્યારે ધનપાલ કવિએ એજ લેકને વિપરીત પણે બતાવતાં જણાવ્યું કે -- "धनपेति नृपस्यामं- त्रणे मे मम तगिरः। ત્તિવારા સંવંત હિ સિદ્ધસારવર્તિ રે” ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust