________________ શ્રી મહેન્ડસરિ-ચરિત્ર. (233 ) વાદ કરે. વિતંડાવાદમાં પ્રવીણ એવો હું વાદ કરવાને તત્પર છતાં જગતમાં કઈ પંડિત નથી કે જે મારી સામે બોલી શકે. હે નરદેવ ! વધારે શું કહું? આ ધર્મ પંડિતને પૃથ્વી પર સંચાર થતાં હિમાલયમાંજ માત્ર બલવાન પ્રમાણ (પરિમાણ) ની પટુ રહી છે, ગરૂડમાંજ દઢ પક્ષ (પાંખ) છે, પર્વતમાં જ પ્રતિવાદિતા (પ્રતિધ્વનિ ) રહી છે અને દેવતાઓમાંજ પાત્રના આલંબનનો આગ્રહ રહ્યો છે, તેમજ કવિ અને બુધની ખ્યાતિ તો માત્ર ગ્રહોમાં રહી છે. એ બધો આ સરસ્વતીને વિલાસ છે. બૃહસ્પતિ મંદ બુદ્ધિવાળા થઈને એક બાજુ બેસી રહે, તેમ બિચારા ઇંદ્રથી પણ શું થાય તેમ છે ? વાદીઓમાં સિંહ સમાન હું વાદી વિદ્યમાન છતાં મહેશ્વરથી પણ એક અક્ષર બોલી શકાય તેમ નથી. હે ભૂપાલ ! હું આચાર્ય છું, હું કવિ અને માંત્રિક છું, હું આ સમસ્ત પૃથ્વીમાં તાંત્રિક અને આજ્ઞાસિદ્ધ છું, હું દેવજ્ઞ અને વૈદ્ય છું, હું વાદિરાજ અને પંડિત છું, વધારે શું કહું, સિદ્ધસારસ્વત પણ હું પોતેજ છું. એ પ્રમાણે તેના આડંબરયુકત કાવ્યવચનો સાંભળતાં મહાપંડિતો બધા નીચી દષ્ટિ કરી રહ્યા. એટલે ભોજરાજા ચિંતવવા લાગ્યા કે–એક તે ધનપાલ કવિ વિના આજે મારી સભા શૂન્ય જેવી લાગે છે. એ પ્રમાણે અપમાન પામેલ તે હવે અહીં આવે પણ શી રીતે? જે તે કઈ રીતે અહીં આવી જાય તો આ અભિમાની પંડિતનો પ્રતિકાર થાય.” એમ ધારીને તેણે સર્વત્ર પોતાના વિશ્વાસપાત્ર પુરૂષને મોકલ્યા. તેમણે સર્વ દેશોમાં શોધ કરતા મરૂમંડળમાં આવેલ સત્યપુર નામના નગરમાં રાજપુરૂષોને તે હાથ લાગ્યો. એટલે તેમણે ભારે વિનીત વચનોથી તેને શાંત પાડ્યો. ત્યારે ઉદાસીન ભાવે રહેલ તે કહેવા લાગ્યો કે –“હું તીર્થની સેવામાં છું, માટે આવનાર નથી.’ આથી તેમણે યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ તેને પુનઃ નમ્રતા પૂર્વક પ્રિય અને કોમળ વચનથી કહેવરાવ્યું કે– મુંજ રાજા તમને પુત્ર સમાન માનતો, તેથી તમે મોટા અને હું કનિષ્ઠ છું. તો કનિષ્કના વચનથી શું શેષ લાવવો જોઈએ? પૂર્વે ક હોવાથી તમને ઉગે બેસાર્યા અને શ્રી કલ સરસ્વતી (દાઢી મૂક્યુત ભારતી) એવું બિરૂદ આપ્યું હતું. અત્યારે ભાગ્યેગે રાજ્ય પામતાં વૃદ્ધ એવા અમને તમે તજી દીધા, છતાં જ્ય કે પરાજયમાં અવંતિદેશ એજ તમારું સ્થાન છે. માટે મારા સંતોષની ખાતર તું અહીં આવે, જે નહિ આવે તો એ કૈલ પરદેશી ધારા નગરીને જીતીને ચાલ્યો જશે, તે તને ઉચિત છે કે અનુચિત છે ? તે તું પોતેજ જાણી શકે છે. એ ઉપરાંત તને કહેવરાવવું, તે બિલકુલ યોગ્ય જણાતું નથી. આવી બાબત તો એક સામાન્ય માણસ પણ બરાબર સમજી શકે, તો પછી મહા વિદ્વાન એવા તારી શી વાત કરવી ? હવે તને ગમે તેમ કર.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust