SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ (226 ) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યાં આવ્યો. અને સાથે આવેલ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે “હે સખે ! તારા દેવને પવિત્ર–મહત્સવ કદિ થતો જ નથી. તેથી તે અવશ્ય અપવિત્ર લાગે છે. એ પ્રમાણે સાંભળતાં ધનપાલ કહેવા લાગ્યા કે– "पवित्रमपवित्रस्य, पावित्र्यायाधिरोहति / વિના સ્વાં પવિત્ર રિ-મરતત્ર પવિત્ર છે ? जिनः स्वयं पवित्र પવિત્ર, અપવિત્રને પવિત્ર બનાવે છે, જિન ભગવંત તે પોતે પવિત્રજ છે, તે તેને પવિત્ર કરવા મહોત્સવની શી જરૂર છે?”, શિવમાં એ અપવિત્રતા છે, તેથી તેના ભક્તોએ લિંગપૂજન આદર્યું છે. ખરેખર ! એ વાતની શંકરે યાચના કરવાથી ભકતોએ તેનો સ્વીકાર કર્યો છે.” એવામાં હસતાં મુખવાળી, રતિયુક્ત અને તાળી દેવાને ઉંચે હાથ કરેલ એવી કામદેવની મૂર્તિને જોતાં રાજા કેતુક પામીને તે પ્રખર પંડિતને કહેવા લાગ્યા કે–“આ તાળી દેતાં હસતો કામદેવ સ્પષ્ટ શું કહેવા માગે છે?” એટલે સિદ્ધ સારસ્વત મંત્રના યોગે ધનપાલ કવિ તરતજ સત્ય છે. કારણ કે જ્ઞાની કેણ વિલંબ કરે ? તેણે આ પ્રમાણે શ્લોકમાં જણાવ્યું— "स एष भुवनत्रयप्रथितसंयमः शंकरो बिभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् / अनेन किल निर्जिता वयमिति प्रियायाः कर વારે પરિતાહન વયતિ ગાતહાસ મ” || 2 આ શંકરને સંયમ ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ છે. પણ અત્યારે વિરહથી કાયર બનીને એ કામિનીને સાથે રાખે છે. તેથી એનાથી આપણે જીતાયા નથી, એમ હાસ્યથી પ્રિયાના હાથમાં તાળી દેતાં કામદેવ જયવંત વર્તે છે.” એકદા ભેજરાજાએ ધનપાળ કવિને પૂછયું કે– તારા સત્ય કથનમાં કંઈ અભિજ્ઞાન-નિશાની છે? તે મને સત્ય કહી દે. અહીં ચાર દ્વારમાંથી કયા દ્વારથી હું બહાર નીકળીશ? હે કવીં! તે કહે.” ' એટલે તે મહામતિએ એક પત્ર પર અક્ષરે લખ્યા અને તે પત્ર બંધ કરીને ગીધરને આપ્યું. ત્યાં રાજાએ વિચાર કર્યો કે–આ ચારમાંના ગમે તે એક દ્વારમાંથી નીકળવાનું એણે જાણ્યું હશે. તો જ્ઞાનીનું વચન પણ અત્યારે મારે મિથ્યા કરી બતાવવું.” પછી મિત્ર પિતાના ઘરે ચાલ્યા ગયા. ત્યાં રાજાને ભેજન કરવાનું આહાન આવ્યું. એટલે પોતાના સેવક મારફતે મંડપના ઉપરના ભાગમાં રાજાએ એક છિદ્ર કરાવ્યું. તે છિદ્રમાળે રાજા બહાર નીકળી ગયું. પછી બપોરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy