________________ (16) શ્રી શાંતિસૂરિ–ગવંધ. E FEAii વા] દિવેતાલ, દુમત્રવાદીઓના કાલ રૂપ તથા સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા એવા પ્રસિદ્ધ શ્રામાન શાંતિસૂરિ તમારું રક્ષણ કરે. છે તેમની ભક્તિથી ભાવિત થયેલ હું તેમનું ચરિત્ર રચવાની અભિST લાષા કરૂં છું. કારણ કે સૂર્યની સેવાથી સારથી શું આકાશમાગે ચાલવાને સમર્થ નથી ? શેભામાં કૈલાસ સમાન ગુર્જર નામે દેશ છે કે જે ધનદ ( કબર અથવા દાતારો) થી અધિષ્ઠિત અને ચારૂમાનસ (સુંદર માનસ સરોવર અથવા સજજને) ના સમૂહથી વિભૂષિત છે. ત્યાં અણહિલપુર નામે નગર છે કે જ્યાં સંત જનેના વચનામૃતથી, દ્વિજિહા (સર્પો અથવા દુર્જન ) ના વચન રૂપ વિષ કેઈને અસર કરી શકતું નથી. ત્યાં દેશમાંના શત્રુઓને નિગ્રહ કરનાર, કનક સમાન કાંતિવાળે અને અસાધારણ પરાક્રમી એવો ભીમ નામે રાજા હતા. - હવે ચંદ્રગચ્છ રૂપ શુક્તિ (છીપ) ને વિષે મુક્તા સમાન તથા સ્વચ્છમતિ મુનિઓના નિધાન રૂપ એ થારાપદ નામે પ્રખ્યાત ગ૭ છે. ત્યાં સચ્ચા-રિત્ર રૂ૫ લક્ષમીના પાત્ર. ગુણના નિધાન તથા જગતમાં વિખ્યાત એવા શ્રી વિજયસિંહ નામે આચાર્ય હતા. તેઓ શ્રી સંપક ચૈત્યની પાસેના સ્થાનમાં રહેતાં સૂર્યની જેમ ભવ્ય જન રૂપ કમળને પ્રતિબંધ (વિકાસ) પમાડતા હતા. - શ્રી પાટણની પશ્ચિમે ઉન્નાયુ નામે ગામ હતું કે જ્યાં લેકે દીર્ધાયુષી અને સારી સ્થિતિના હતા હતા તથા જે નાનું છતાં સારી પેદાશવાળું હતું. ત્યાં શ્રીમાલ વંશનો ધનદેવ નામે શ્રેષ્ઠી કે જે વિદ્વાન અને દેવ ગુરૂની સેવા સાધવામાં સાવધાન હતો. સાક્ષાત્ લક્ષ્મી સમાન ધનશ્રીનામે તેની પત્ની હતી. તેમના ભીમ નામે પુત્ર કે જે પ્રતિભાશાળી પુરૂષોમાં અગ્રેસર હતો. કંબુ (શંખ) સમાન કંઠ, વિશાળ લલાટ અને જાનુ પર્યત ભુજાથી તે અલંકૃત હતા, તેમજ તેના હાથ પગ, છત્ર, વજ અને પદ્મના લાંછનથી વિભૂષિત હતા. વળી તે સર્વે લક્ષણેથી સંપૂર્ણ અને પુણ્ય તથા નિપુણતાનું એક સ્થાન હતો. ગુરૂ મહારાજે સંઘ (ગ૭) ને ભાર ધારણ કરવામાં તેને સમર્થ સમજીને પ્રઢ બુદ્ધિવાળા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust