________________ શ્રી વીરસર ચરિત્ર પૂર્વ શાસ્ત્રને અભ્યાસ કરતાં જેનાગમને વાંચી, જ્ઞાન-ક્રિયામાં તે ગીતાર્થ મહાવિદ્વાન્ થયા. જેમ દીપકથી દીપક પ્રગટે, તેમ તેમના ગુરૂ સમાન તેજસ્વી થયા. એકદા શ્રુતજ્ઞાનથી પોતાના આયુષ્યનો અંત જાણવામાં આવતાં શ્રીવીરસુરિએ પોતાના મુખ્ય શિષ્ય શ્રીભદ્રમુનિને પોતાના પદે સ્થાપી તેનું ચંદ્રસૂરિ એવું નામ રાખ્યું. અને પોતે યુગનિરોધથી સંવરમાં રહી, જીર્ણ ગ્રહની જેમ દેહનો ત્યાગ કરીને સ્વર્ગ ગયા. શ્રી વીરગુરૂ બાધ શકિતના આધારરૂપ તે સ્વર્ગલક્ષ્મીના જોક્તા થયા. વિક્રમ સંવત્ 38 માં શ્રીવીરસૂરિનો જન્મ થયે થયે હતો. 980 માં તેમણે દીક્ષા ધારણ કરી અને 91 માં તેઓ સ્વર્ગે ગયા. બેંતાળીસ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા અને અગીયાર વરસ વ્રત પાળ્યું. એમ તેમણે ત્રેપન વરસ આયુષ્ય ભેગવ્યું. એ પ્રમાણે હે સજનેશ્રીવીરસૂરિનું પ્રસિદ્ધ ચરિત્ર તમે શ્રવણ કરો કે જેથી મહાનંદ-સુખને પ્રગટ કરનાર શ્રી સમ્યકત્વ-લક્ષમી તમને વરવાને ઉત્કંઠિત થાય. | શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનિશ્વરે સંશોધન કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી વરસૂરિના ચરિત્રરૂપ આ પંદરમું શિખર થયું. તે તે આ નવીન પ્રદ્યુમ્ન (કામ) જ્ય પામે કે જે શિવ ( કલ્યાણ) ના સહચારી હતા, વળી જેમણે પોતાના પ્રગટ રિપુરૂપ સંતેષને અતુલ પ્રીતિ અને રતિ પણ આપી દીધી. વળી શુભ ધ્યાનના ઉપાયરૂપ જે કવિત્વના ચુર્ણદિને અમૃતરૂચિ (ચંદ્ર) સમાન માનતા હતાં, તથા મદાદિકને જેણે સર્વથા પરિહાર કર્યો હતો. ઈતિ-શ્રીવીરસૂરિ-પ્રબંધ. 1 પ્રીતિ અને રતિ બંને કામદેવની સ્ત્રીઓ કહેવાય છે. ' . . . . ) : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust