________________ શ્રી વીરસરિ ચરિત્ર. ર૫) અને બીજા પ્રહરની એક ઘડી જતાં પ્રથમની જેમ તે પાછા આવ્યા. ત્યાં સુગંધિ અક્ષતના પરિમલથી સુમનસ–દેવથી વ્યાસ સધર્મ વિમાનની જેમ ઉપાશ્રય સુગંધિ બની ગયો. ત્યારે મુનિઓએ પૂછતાં ગુરૂ કહેવા લાગ્યા–અષ્ટાપદ પર્વત પર દેને વંદન કરો.” એ વાત તેમણે શ્રી સંઘને નિવેદન કરતાં તે ચિત્યમાં એકત્ર થયો અને એ આશ્ચર્ય સંઘે રાજાને જણાવ્યું, તેથી તે પણ કેતુકથી ત્યાં આવ્યું. અને ગુરૂને બોલાવીને તેણે નિશાની પૂછી ત્યારે ગુરૂ પુન: કહેવા લાગ્યા કે - ધરા રે સામા રાઘવજી मरगयवन्ना दुन्नि जिण सोलस कंचनवन // 1 // नियनियमाणि हिं कारविय भरहि जि नयणाणंद / ..., તે મર્દુ માવિëિ વંટિયા વીસ નિબંઢ” | 2 . મા એટલે—બે વેત, બે શામળા, બે રક્તકમળ સમાન વર્ણવાળા અને સોળ કંચન સમાન વર્ણવાળા, પોતપોતાના પ્રમાણથી ભરત રાજાએ કરાવેલ તથા નયનને આનંદ ઉપજાવનાર એ વીશે જિનેશ્વરેને મેં ભાવથી વાઘાં છે.” ત્યારે રાજા બોલ્યા- “તમે પિતાના ઈષ્ટ દેવનું સ્વરૂપ કહેવામાં કુશળ છે, પણ તેથી અમને તેની પ્રતીતિ થતી નથી, માટે બીજી કંઈક નિશાની કહે.” એટલે વર્ણમાં તેમજ પરિમલના ગુણથી અસાધારણ એવા અપૂર્વ અક્ષતો તેમણે લોકો સમક્ષ બતાવ્યા. તે અક્ષત બાર અંગુલ લાંબા અને એક અંશુલ જાડા હતા; જે જોતાં રાજાને ખાત્રી થઈ. તુકએ ભંગ કર્યા પહેલાં તે અક્ષત ઉપાશ્રયમાં હતા અને અષ્ટાપદના પ્રતિબિંબની જેમ શ્રી સંઘ તેની પૂજા કરતા હતાં. એ પ્રમાણે સામાન્ય જનને દુર એવા અદ્ભુત અતિશયેથી શ્રીમાન વીરગણિ આચાર્ય તે વખતે જગતને પૂજનીય થઈ પડ્યા.. એકદા રાજાએ એકાંતમાં પોતાના વીર નામના મંત્રીને કહ્યું કે-“શાસ્ત્રોક્ત ન્યાયથી રાજ્ય ચલાવતાં અને પંડિતને આશ્રય કરવા લાયક તથા વચનસિદ્ધ એવા ગુરૂ અને મંત્રી બંને વીર મારા મનની પીડાને દૂર કરનાર હોવા છતાં એક ચિંતારૂપ જવર મને મહાસંતાપ ઉપજાવે છે. તે સાંભળીને તમે તેને પ્રતીકાર કરો. એ વાત હું કેઈ આગળ કહી શક્તો નથી.” એ પ્રમાણે સાંભળતાં વીર મંત્રીશ્વર બોલ્યા કે–“હે સ્વામિન્ ! મને આદેશ કરે, હું આપને સેવક છું, તો શું હું વિપરીત કરવાને છું?” ત્યારે રાજાએ જણાવ્યું કે –“મારા અંતઃપુરની રમણએ વિદ્યમાન છતાં તેમને ગર્ભસ્ત્રાવ થાય છે, તે તેને તમે પ્રતીકાર કરે.” એમ રાજાની આજ્ઞા થતાં મહામંત્રીએ એ વાત શ્રીવીરસૂરિ આગળ નિવેદન કરી. એટલે આચાર્યો તે સ્વી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust