________________ ( 204 ) શ્રી પ્રભાવક ચરિત્ર. છે એ અરસામાં અણહિલપુરમાં શ્રી ચામુંડરાજ નામે નવીન ચક્રવતી રાજા હતા. એટલે વિરૂપાનાથે પોતે જ પ્રધાન પુરૂષે મારફતે તે જીવરક્ષાની બાબત રાજાને જણાવી. જેથી તે પ્રમેદપૂર્વક ત્યાં આવ્યો. કારણ કે સત્કર્મ કરવાની કોને મહેચ્છા ન હોય? પછી રાજાએ જીવરક્ષાને માટે તે દેવના શાસનને સ્વીકાર કર્યો. ત્યારબાદ શ્રી વિરમુનિને રાજાએ પુન: ત્યાં બેલાવતાં તે આવ્યા અને તે ધીર અણહિલપુરમાં અજ્ઞજનેને પ્રતિબંધ આપવા લાગ્યા. ત્યાં શ્રીવદ્ધિમાનસૂરિ મહર્ષિએ સંઘ સમક્ષ મેટા ઓચ્છવપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કયો. વળી ત્યાં શ્રી વીરપ્રભુની ભક્તિથી વલભીનાથ પોતે પ્રત્યક્ષ થઈને તેમની આગળ બેસીને ધર્મવ્યાખ્યાન સાંભળતો હતે; પરંતુ પોતાને ક્રીડાપ્રિય સ્વભાવ હોવાથી સલક્ષણ પુરૂષ જોવામાં આવતાં તેના દેહમાં ઉતરીને તે તેને પીડા ઉપજાવ્યા વિના ક્રીડા કરતો હતે. એ પ્રમાણે જાણતાં શ્રી વરસૂરિ તેને કહેવા લાગ્યા કે--હે વ્યંતરાધીશ ! તું એ ક્રીડા કરે છે, તે યોગ્ય નથી. કારણ કે મનુષ્ય તારી એ કીડાને સહન કરી શકતા નથી.” એમ ગુરૂએ નિષેધ કરવાથી તે તેમ કરતાં નિવૃત્ત થયે, અને પુન: ગુરૂને તે કહેવા લાગ્યું કે-“હે ભગવન્! મારા સંતેષનું તમને કાંઈ ફળ મળતું નથી.” ત્યારે આચાર્ય આનંદથી બેલ્યા–જેનભવનથી ઉન્નત એવા અષ્ટાપદ પર્વત પર જવાની તારી શક્તિ છે?” : ss એટલે તે બે -“હે પ્રભે! ત્યાં જવાની શક્તિ તે છે, પરંતુ ત્યાં રિથતિ કરવાની શક્તિ નથી. કારણ કે ત્યાં ચંદ્રો મહાબલિષ્ઠ છે, તેથી તેમનું તેજ સહન કરવાને અસમર્થ એ હું ત્યાં રહી શક્તો નથી, તેમ છતાં તમને મહતુ કેતુક હાય, તે એક પ્રહર સુધી હું ત્યાં રહીશ, હે મિત્રગુરૂ ! તે કરતાં અધિક વખત જે તમે રહેશે, તો અહીં પાછા આવી શકવાના નથી, આ મારૂં કથન સવશે સત્ય છે.” - ગુરૂએ એ વાતને સ્વીકાર કર્યો, એટલે વ્યંતરે એક ધવલ વૃષભ વિક્ર્ચો અને મુનિને તેના પર બેસાર્યા. તે વખતે ગુરૂએ મસ્તક પર વસ્ત્ર બાંધી લીધું હતું. પછી તે વૃષભ આકાશમાગે ગમન કરતાં ક્ષણવારમાં ત્યાં તીર્થ પર પહો , એટલે ચૈત્યના દ્વાર પાસે તેણે મુનિને વૃષભપરથી નીચે ઉતાર્યા, પછી ત્યાં રહેલ દેવતાઓના તેજને સહન ન કરી શકવાથી આચાર્ય દ્વાર પાસેની પૂતળીની પાછળ શિખર આડે અદશ્ય રીતે છુપાઈ રહ્યા. ત્યાં ત્રણ ગાઉ ઉંચા, એક જન વિસ્તૃત તથા પ્રથમ ચક્રવતી શ્રી ભરતરાજાએ કરાવેલ ચાર દ્વારયુક્ત મહાત્યને જોઈ અને શાસ્ત્રમાં બતાવેલ પ્રમાણ અને વર્ણયુક્ત પ્રતિમાઓને જોતાં શ્રી વીરમુનિએ એક એક નમસ્કાર સાંભળતાં અમેદપૂર્વક પ્રણામ કર્યા. પછી પ્રભાવના–મહિમા કરવાની ઈચ્છાથી ત્યાંની નિશાનીરૂપે, દેવતાઓએ ચડાવેલ ચોખાના પાંચ છ દાણા તેમણે લઈ લીધા. રાત્રિના પ્રથમ પ્રહરે તે તીર્થયાત્રા નિમિત્તે ચાલ્યા હતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust