________________ (202) શ્રી પ્રભાવક ચરિત્ર. એમ કહીને તે પુનઃ કહેવા લાગ્યો કે– પૂર્વ દિશામાં આવેલ ડેરી નગરીમાં ભીમેશ્વર નામના શિવાલયમાં આવતાં હું તેના લિંગને પ્રણામ કર્યો વિના બેઠા અને તેના જળાધારપર પગ રાખીને ક્ષણવાર ત્યાં સુઈ ગયા. એવામાં રાજા ત્યાં આવ્યા અને વિસ્મય પામીને તેણે મને પૂછયું કે– તું અજ્ઞાન કે શક્તિથી દેવને નમસ્કાર કેમ કરતું નથી ? " એટલે મેં રાજાને જણાવ્યું કે– ઉં રાજન ! ન નમવાનું કારણ હું તને સ્પષ્ટ કહું છું સાંભળ-આ શિવ શક્તિ (પાર્વતી) યુક્ત હોવાથી મને જોઈને તે લજજાને લીધે નીચું મુખ કરી દેશે. કારણ કે એવા પ્રસંગે પુરૂષથી પુરૂષ લજજા પામે છે. વળી દેવ એવી સ્થિતિમાં છતાં સામાન્ય લકે તેને નમે છે. તે લોકો તો પશુ જેવા છે, તો તેને લજજા શની આવે? તેમ વળી મારા મનમાં આ સંબંધી એક મોટું કૌતુક છે કે હું પ્રણામ કરતાં એને કંઈ ઉત્પાત થાય તો તેને દોષ મારા પર આવે.” એ પ્રમાણે કહીને હું માન રહો. ત્યાં રાજા કહેવા લાગ્યો કે–અહે ! પરદેશી લોક બોલવામાં ભારે ચાલાક હોય છે, ચર્મ દેહધારી પુરૂષ પોતાને દેવસમાન માને છે તે જ્ઞાનીઓને હાસ્ય જેવું અને બાળકોને છેતરવા જેવું છે. હવે જે તારામાં કોઈ એવા પ્રકારની શક્તિ હોય, તો તે બતાવ, આ કામમાં અમે તારો લેશ માત્ર દોષ નહિ ગણીએ, અને તેને માટે સમસ્ત નગર સાક્ષી છે.” એ પ્રમાણે રાજાનું કથન સાંભળતાં હું જેટલામાં પાસે આવીને નમસ્કાર કરૂં છું, તેવામાં લોકોના દેખતાં તડાક દઈને લિંગ ફૂટયું. એટલે ભયથી સંક્રાંત લેચનવાળા તથા બાળકની જેમ કંઠનો રોધ થવાથી અવ્યક્ત ઉચ્ચાર કરતા રાજાને મેં કહ્યું કે “ચિરકાલથી આ લિંગનું અર્ચન કરવાના કલેશથી દૂભાયેલ એવા તે મને ઉત્તેજન આપવાના દંભથી વૈર ઉપાર્જન કર્યું. " એમ સાંભળતાં મારા પગમાં પિતાનું મસ્તક મૂકી મને મનાવવા માટે પરિવાર સહિત તે રાજા કહેવા લાગ્યો કે તું જ અમારે દેવ છે, તારે લીધે જ આ તીર્થ રહેવાનું છે. નહિ તો તેને ઉછેદ જ થઈ જાય. તું જ દેહધારી શિવ છે અને અન્ય તે પાષાણ રૂપજ છે.” એમ તેણે કહેતાં મેં લિંગને યોગપટ્ટથી બાંધી દીધું. ત્યાં બે ભાગે સાંધેલ તે લિંગ અદ્યાપિ પૂજાય છે. પછી મહાબોધ નગરમાં બદ્ધોના પાંચસો મઠો હતા, તેમને મારા સામર્થ્યથી જીતીને ભગ્ન કર્યા. વળી એવી મારી પ્રતિજ્ઞા છે કે –સામે આવે તેનો અવશ્ય વિજય કરો. શંભુના ભયથી મહાકાલ તો મારા એક ખુણામાં પડ્યો છે. સેમેશ્વરનો જય કરવા હું ચાલીને અત્રે આવ્યો છું. એટલે તે ભય પામી બ્રાહ્મણ રૂપે અહીં આવીને મને મળે, અને કહેવા લાગ્યા કે–આ દારૂણ અને પવિત્ર ક્ષેત્ર મેં મહા-ઉદયને માટે તેને આપ્યું. માટે જે તું આપવાને સમર્થ હોય તો મારું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust