SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરસ િચરિત્ર. ( 201 ) | પછી શ્રી ગુરૂની આજ્ઞા પ્રમાણે તે નગરમાં ગયા અને તેમણે ગુરૂએ બતાવેલ સ્થાને શ્રાવકો પાસેથી પુસ્તક મેળવ્યું. એટલે ગણિવિદ્યાની સાથે તેમણે ત્યાં અંગવિદ્યાને અભ્યાસ કર્યો. તેના પ્રસાદથી તે મહા તપસ્વી ઉગ્ર શક્તિને ધારણું કરનારા થયા. વળી પ્રાચીન પુણ્યના યોગે તેમનો પરિવાર પણ થશે. આ વખતે શ્રી વિરગણિએ અજ્ઞ જનોને બેધ આપવાનો નિયમ ધારણ કર્યો. હવે અણહિલપુર તરફ વિહાર કરવાને ઈચ્છતા શ્રીવીરગણિ વિરૂપાનાથ નામના વ્યંતરથી અધિષ્ઠિત એવા સ્થિરા ગામમાં આવ્યા. તે વ્યંતરાધિપનું વ (બ) લભીનાથ એવું બીજું નામ હતું. તે રાત્રે દેવગૃહમાં સુતેલ માણસને મહા રોષ લાવીને મારી નાખતા હતા. તેને બોધ આપવા માટે ત્યાં જમીન પર ગણિવિદ્યાના બળે સાડા ત્રણ હાથ પ્રમાણુ કુંડ કરી ત્યાંના લોકોએ નિવાર્યા છતાં મહા તેજસ્વી એવા વીરગણિ આસન લગાવીને રહ્યા. કારણ કે અખંડ વ્રતધારી તે એવા ભયથી ડરતા ન હતા. વળી ઝંઝાવાતથી મેરૂ પર્વતની જેમ વિઘોની અવગણના કરતા અને શરીર તેમજ મનને વિષે પણ નિષ્કપ એવા તે કાયોત્સર્ગ–ધ્યાનમાં રહ્યા. એવામાં બલભીનાથ પોતે કિલકિલ ઘેર ગજેનાથી બાહ્ય જનને ભય પમાડતો ત્યાં આવી પહોંચ્યા, અને તેમને ભય પમાડવા માટે સુરેંદ્રની સાથે જાણે વૈરભાવ યાદ આવ્યો હોય તેવા જંગમ પર્વત સમાન પ્રથમ તેણે હાથીઓ વિકુવ્યો, છતાં સમુદ્ર જેમ મર્યાદાને ન ઓળંગે તેમ ઉંચા નીચા ઈંડાદંડેથી તે ભયંકર છતાં તેમની રેખાને ઓળંગી ન શકયા. પછી દષ્ટિ થકી વિષવાળાને બહાર કહાડતા અને અન્ય પ્રાણુઓને ભસ્મીભૂત કરતા અને આમતેમ ચાલતા એવા ગર્વિષ્ઠ સર્પો વિકુવ્ય. એટલે તે પણ રેખાને ઓળંગી શક્યા નહિ, આથી તે દેવ વિલક્ષ બનીને વિચારવા લાગ્યો કે આ મુનિને મહિમા અસાધારણ લાગે છે. પછી તેણે ભયંકર રાક્ષસોના રૂપ બનાવ્યા, તે પ્રતિકૂલ છતાં તેમને ક્ષોભ પમાડી ન શક્યા. એટલે તે વ્યંતર તેમને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યો. તેણે તેમના માતાપિતા અને સ્ત્રી આઠંદ કરતા બતાવ્યા, છતાં મોહ પર્વતને ભેદવામાં વજ સમાન તે તત્ત્વજ્ઞ મુનિએ તેમની દરકાર ન કરી. કારણ કે તે વર રૂપ અગત્ય ઋષિએ દક્ષિણ દિશાને આશ્રય કર્યો હતો, તેથી કુભાવે ( પૃથ્વી પર) છતાં સર્વ વડે વીર અને તપનિધાન દેવતાથી પણ ચલાયમાન થાય તેમ ન હતા. એવામાં તે વીરગણિ જેવાને માટે કેતુકથી જ સૂર્ય ઉદયાચલ પર આવ્યું. ત્યારે દેવ નિરાશ થઈ અનેક પર્વત સમાન સત્વ શાળી અને પરાક્રમના નિધાન એવા તે તપોનિધાન મુનિને પ્રત્યક્ષ આવીને કહેવા લાગ્યું કે–પૂર્વે મેં ઘણુ દેવ મનુનો માનભંગ કર્યો છે, પરંતુ તમારા વિના ભક્તિમાં કેઈએ મારી ખલના કરી નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy