SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ (18) શ્રી પ્રભાવક ચરિત્ર - હવે શ્રીમાન દેવસૂરિએ નિરતિચાર ચારિત્ર પાળતાં શ્રી પ્રદ્યોતનમુનિને આચાર્યપદે સ્થાપન કર્યા અને પોતે સદા સંયમને આરાધતાં પ્રાંતે અનશન આદરી સમ્યક્ આરાધનાપૂર્વક કાળ કરીને સ્વર્ગલમીના જોક્તા થયા. પછી શ્રી પ્રદ્યતન મુનીશ્વરે નલ ગામમાં વિહાર કર્યો. કારણ કે પૃથ્વી પર તેમનો અવતાર પોપકાર કરવા માટે જ હતો. તે ગામમાં શ્રીજિનદત્ત નામે એક પ્રખ્યાત ધનવાન શ્રેઝી રહેતો હતો કે જેનું મન, માન અને દાનમાં સર્વને માટે એકસરખું હતું. ધર્મમાં અચલ શ્રદ્ધા ધરાવનાર ધારિણી નામે તે શેઠની પત્ની હતી કે જે અર્થ અને કામ એ પુરૂષાર્થમાં વ્યવહારમાત્રથી વર્તતી હતી. તેમને માનદેવ નામે પુત્ર કે જે માની અને અસાધારણ કાંતિવાળે હતો, વળી જેનું અંતર વૈરાગ્યથી રંગિત હતું અને જે આંતર શત્રુઓથી અજેય હતા. એકદા માનદેવ શ્રી પ્રદ્યોતનસૂરિના ઉપાશ્રયે ગયો, એટલે તેમણે તેને ભવસાગરમાં નાવ સમાન એ ધર્મ કહી સંભળાવ્યું. જે સાંભળતાં સંસારની પરતા જાણને માનદેવે ગુરૂમહારાજને વિનંતિ કરી કે-“હે ભગવન ! મારાપર લાવીને મને પ્રવજ્યા આપે.” પછી તેણે ભારે આગ્રહથી માતપિતાની અનુળવીને શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી અને તે ઉગ્રતા આચરવા લાગ્યા. ગીયાર અંગનો અભ્યાસ કરી લે છે અને મૂલ સૂત્રમાં નિષ્ણુત થયા, kઉપાંગમાં પણ કુશળ થવાથી તે બહુશ્રુત થયા. એવામાં એકદા ગુરૂમહારાજે શ્રીમાનદેવ મુનિને યોગ્ય જાણુને ચંદ્રગચ્છરૂપ સાગરને ઉલસિત કરવામાં ચંદ્રમા સમાન એવા તેમને આચાર્યપદના અધિકારી બનાવ્યા. એટલે તે વખતે શ્રી માનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી ચા અને વિજ્યા નામે બે દેવીઓ પ્રતિદિન તેમને પ્રણામ કરવાને આવતી હતી. એ પ્રમાણે ભારે પ્રભાવશાળી અને શાસનના પ્રભાવક એવા શ્રી માનદેવસૂરિ સંઘરૂ૫ ગગનાંગણે ઉદ્યોત કરવામાં સૂર્યસમાન શોભવા લાગ્યા. . એવામાં ધર્મક્ષેત્રરૂપ અને પાંચસે ચૈત્યયુક્ત એવી તક્ષશિલા નગરીમાં લેકેને ભારે ઉપદ્રવ થવા લાગે. એટલે રોગોથી ઉપદ્રવ પામતા લોકો અકાળે મરણ પામવા લાગ્યા કે જ્યાં વેદ્ય કે ઔષધ કંઈ પણ ગુણ કરવાને સમર્થ ન થયા. ત્યાં જાગરણ કરતાં જે શરીરે ગ્લાનિ પામતે, તે ઘરે આવતાં તરતજ રોગગ્રસ્ત થઈને પથારી પર પડતા હતા. વળી તે સમયે કેઈક ઈનો સ્વજન ન રહ્યો. એ પ્રમાણે ઉપદ્રવ થતાં આઠંદ અને ભયંકર કપાંત-શબ્દથી તે સમસ્ત નગરી રેદ્રરૂપ થઈ પડી. ત્યાં બાહાભૂમિમાં હજારો ચિતાઓ અને અર્ધદગ્ધ શબાની ભયંકર શ્રેણિએ જોવામાં આવતી હતી. તે વખતે ગીધ પક્ષીઓ અને રાક્ષસોને સાક્ષાત માંસનું અભિક્ષ થઈ પડયું. વળી લંકાની જેમ તે નગરી શન્ય થવા લાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy