________________ ii છે (13) શ્રીમાનદેવસૂરિ–ગવંધ. માનદેવ પ્રભુને પ્રભાવરૂપ સાગર કંઈ નવીનજ છે કે સદા જેના ક્રમ (ચરણ) ને સેવનાર જયા અને વિજયા દેવી સંપતિ આપે છે. જેમના ચરણ-કમળના ગુણને અનુસરવાથી હંસ (મુનિઓ) નિવૃતિરૂપ મનહર ગતિને પામ્યા એવા શ્રીમાનદેવ પ્રભુ તમારું કલ્યાણ કરે. તેમના ચરિત્રરૂપ સિંધુથકી કંઈક એક ભાગ ધારીને વ્યાખ્યાનરૂપ પુણ્યના વિસ્તારથી હું મારી મૂઢતાથી મુક્ત થઈશ. ધર્મ–કર્મના નિવાસરૂપ સમશતિ નામે દેશ છે કે જ્યાં દાનેશ્વરોના ભયથી હસ્તીઓ રાજાના શરણે ગયા. ત્યાં ઉન્નત જનના આશ્રયરૂપ કરંટક નામે નગર છે કે જ્યાં વિનતાનંદન (સજજનેને આનંદ પમાડનાર અથવા ગરૂડ) જન દ્વિજિલ્ડ (દુર્જન અથવા સર્ષ) થી સદા વિમુખ હતા. વળી ત્યાં શાસનની દઢ મર્યાદા બતાવનાર એવું શ્રી મહાવીર ચિત્ય હતું કે જે સર્વ જનના આશ્રયરૂપ હોવાથી કેલાસ પર્વત સમાન શોભતું હતું, ત્યાં વિદ્વાનોના મુગટ સમાન અને લોકોના અંધકાર (અજ્ઞાન) ને દૂર કરનાર એવા શ્રી દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા. એકદા જગતને નમસ્કાર કરવા લાયક એવી દુષ્કર તપસ્યા આચરતા, અંતરંગ શત્રુઓનો વિજય કરવામાં સમર્થ, સંસારથી અલગ રહેલા તથા સર્વ પ્રભુના ધ્યાનની સિદ્ધિને ધારણ કરતા એવા સર્વદેવસૂરિ, વારાણસીથી સિદ્ધક્ષેત્રે જવાની ઈચ્છાથી પિતાના બહુશ્રુતના પરિવાર સહિત ત્યાં પધાર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહેતાં તે શ્રીદેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિબંધ પમાડીને તેમણે ત્ય-વ્યવહાર મૂકાવ્યા એટલે તે પારમાર્થિક બાર પ્રકારનું તીવ્ર તપ તપવા લાગ્યા. આથી આચાર્ય મહારાજે તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા, અને તેઓ શ્રીદેવસૂરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જે અદ્યાપિ વૃદ્ધો પાસેથી વૃદ્ધદેવસૂરિ એવું વિખ્યાત નામ સાંભળવામાં આવે છે. પછી શ્રી સર્વદેવસૂરિએ શત્રુંજય * તીર્થ પર શ્રી યુગદીશ પ્રભુનું ધ્યાન લગાવીને આત્મસાધન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust