________________ III III II - - . . . . . . . . . . - શ્રી માનતુંગરિચરિત્ર. (75) પ્રાપ્તિ થયા છતાં પુત્રી પિતાને દુર્યજ હોય છે. ત્યાં તે પોતાના જમાઈને હર્ષદેવ રાજા પાસે લઈ ગયો. એટલે તેણે આશિષ આપતાં બાણ અને તેની પત્ની સંતોષ પામ્યા. પછી રાજાએ ધન ધાન્યાદિસહિત તેને અલગ આવાસ આપ્યો. ત્યાં રાજ સન્માન પામતાં તે દંપતી આનંદપૂર્વક સાથે રહેવા લાગ્યા. * એકદા પિતાની પત્ની સાથે બાણને સ્નેહ-કલહ થયે. કારણ કે મરીના ચર્ણ વિના સાકર દુર્જર થાય છે. આથી મદોન્મત્ત બાણપત્ની પુષ્ટ થઈને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ. એટલે સાંજે બાણકવિ તેને મનાવતાં કહેવા લાગ્યું કે હે સ્વામિની! જગતના સ્વાર્થને વિનાશ કરવામાં શત્રુસમાન એવા માનને તું મૂકી દે. કારણ કે સેવક, કામુક (કામી ) અને પરભવના સુખની ઈચ્છા કરનારને માન કરવું યોગ્ય નથી.” પછી પંડિતને ઘર થકી બહાર મોકલીને સખી તેણીને માન તજાવવા માટે વિવિધ વચન રચનાથી સમજાવવા લાગી કે-“હે સખી! તારે પ્રાણપતિ બહાર અવનત થઈને ભૂમિ કતરી રહ્યો છે, તારી સખીએ સતત રૂદન કરવાથી સુજેલા લોચને આહારનો ત્યાગ કરી બેઠી છે, તથા પાંજરામાં રહેલા શુકપક્ષીઓએ હસવું અને પઢવું બધું મૂકી દીધું છે, છતાં તું આ અવસ્થામાં હઠ લઈ બેઠી છે, માટે હે કઠિન હૃદયવાળી માનિની! તું હવે માન મૂકી દે.” એ પ્રમાણે સમજાવ્યા છતાં તે ન સમજી, ત્યારે વિલક્ષ થયેલ તે સખી બહાર આવીને પંડિતને કહેવા લાગી કે આપણે ઉપાનહ (મોજડી) મૂકીને એના ભવનમાં પ્રવેશ કરીએ.” પછી તે અંદર ગયા, પણ તે તો મન લઈને જ બેઠી હતી. એવામાં લગભગ પ્રભાતને સમય થવા આવ્યું. એટલે છેવટે વિદ્વાનોને માનનીય એવા બાણપંડિતે તેને ફરીથી સમજાવતાં જણાવ્યું કે - “गतप्राया रात्रिः कशतनु शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रावशमुपगतो धूर्णत इव / प्रणामान्तो मानस्तदपि न जहासि क्रुधमहो . कुचप्रत्यासत्या हृदयमपि ते सुभु कठिनम्" // 1 // હે કૃશોદરી ! રાત્રિ લગભગ ખલાસ થવા આવી છે. ચંદ્રમાં જાણે ક્ષીણ થતો હોય તે ભાસે છે. આ દીપક જાણે નિદ્રાવશ થયેલાની જેમ મંદ પડતા જાય છે. માનતો પ્રણામ કરવા સુધી હોય, તથાપિ તું કેપ તજતી નથી. તેથી અહે! સ્તનની પાસે રહેવાથી હે સુભુ! તારૂં હદય પણ કઠિન બની ગયું લાગે છે.” એવામાં ભીંતને આંતરે તેને પિતા સુતે હતા, તે જાગ્રત થતા ઉપરોક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust