________________ ( 174 ). શ્રી પ્રભાવક ચરિત્ર ઘણુ જીવેની વિરાથના અવશ્ય થાય છે, કારણ કે અન્ય અન્ય જળમાં ઉત્પન્ન થયેલા જી પરસ્પર વિરોધી હોય છે.” પિતાની પ્લેનનું એ વચન સાંભળતાં તે મુનિને ભારે પસ્તાવો થયા પછી તેણે પરમ ભક્તિથી તેને ભેજન કરાવ્યું અને મુનિ પોતાના સ્થાને ગયા. - એવામાં એકદા પૂર્વે શ્રી પાર્શ્વનાથના કલ્યાણકથી પવિત્ર થયેલ, ગંગાતીરે આવેલ વૃક્ષેથી સુશોભિત એવા તે નગરીના ઉદ્યાનમાં, નંદનવનમાં દેવેની જેમ, જ્ઞાની શ્રી જિનસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે તે શ્રાવિકાએ પોતાના બંધુ મુનિને ગુરૂનું આગમન નિવેદન કર્યું. જેથી તે આચાર્યને જઈને મળ્યા, ત્યાં તેમણે પૂર્વાષિઓએ આચરેલ સામાચારી તેને કહી સંભળાવતાં, અમૃત સમાન તે તેણે આદરપૂર્વક શ્રવણ કરી. પછી આચાર્યો તેને રેગ્ય જાણીને દીક્ષા આપી અને તે કેટલાક શાસ્ત્રમાં કુશળ હોવા છતાં ગુરૂએ તેને તપસ્યાવિધિપૂર્વક આદર થી આગમનો અભ્યાસ કરાવ્યા એટલે સમ્યક પ્રકારે તપ કરી આગમનું રહસ્ય જાણવામાં આવતાં તેની શ્રદ્ધા અચલ થઈ, જેથી ગુરૂ મહારાજે તેને ચગ્ય સમજીને સૂરિપદે સ્થાપતાં ગચ્છનો આદરપાત્ર બનાવ્યું. એટલે કિલષ્ટ કાવ્યોના ભ્રમથી શ્રમિત થયેલ સરસ્વતી દેવી, તેમના વચનામૃતથી સંસિત થતાં અતિ શય આનંદ પામી તથા તે વખતના જ્ઞાન-ક્રિયાની ઉન્નતિમાં લીન બનેલા એવા માનતુંગ સૂરિ. વિકાસ પામીને ઉપદ્રવ કરતા આંતર શત્રુઓને અજેય થઈ પડયા. . હવે તે નગરમાં વેદ અને વેદાંગમાં પારંગત, રાજમાન્ય તથા સાક્ષાત્ બ્રહ્મા સમાન મયૂર નામે બ્રાહ્મણ કે જે વિદ્વાનોના મુગટ સમાન અને વિરોધરૂપ સપના ઇને દળી નાખવામાં મયૂર સમાન હતું. તેને રૂપ, શીલ, વિદ્યાદિ ગુણોથી સુશોભિત એવી એક કન્યા હતી કે જેને જોવાથી પાર્વતી, ગંગા અને લક્ષમીદેવીની પ્રતીતિ થતી હતી. વળી તે વિપ્ર થકી એ કન્યાને ઉત્પન્ન કરતાં વિધાતાને પોતાની પુરાતન સૃષ્ટિ ઉચ્છિષ્ટ જેવી ભાસવા લાગી. કારણ કે જેના હસ્ત, ચન, અધર અને સુખ જોઈને તેણે કમળને કાદવમાં, કુવલયને કહના અપાર જળમાં, બિંબીલતાને જંગલમાં અને ચંદ્રમાને આકાશમાં નાખી દીધા. તે કન્યાને માટે કુળ, રૂપાદિકથી અદ્ભુત એવા યોગ્ય વરની તપાસ કરતાં તે ન મળવાથી મયૂરને ભારે ખેદ થઈ પડ્યો. એવામાં તર્કશાસ, વ્યાકરણ, સાહિત્યશાસ્ત્રમાં ભારે રસિક, વેદમાં પ્રવીણ, પર્વે કહેલા ગુણોથી અલંકૃત, વાદ કરવામાં ભારે ચાલાક તથા મન્મથ સમાન મનહર આકૃતિને ધારણ કરનાર બાણુ નામે એક મહાવિપ્ર તેના જોવામાં આવ્યું, તેથી આકાશમાં મેઘને જોતાં જેમ મયૂર હર્ષ પામે, તેમ મયૂરવિપ્ર ભારે હર્ષ પામ્યું. પછી તેણે વૈભવ વિના પણ તેને પિતાની સુતા પરણાવી. ચોગ્ય વરની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust