________________ ( 168 ) શ્રી પ્રભાવક ચરિત્ર આથી વેતાંબર પક્ષને વિજય સૂચવનાર અને આકાશને ભરી દેનાર જયજય ધ્વનિસહિત દુંદુભિનાદ થયો, ત્યારથી આ ગાથા ચિત્યવંદનમાંથી સિદ્ધાસ્તવની ત્રણ ગાથાની ઉપર લેવામાં આવી. તેમજ શકસ્તવની જેમ પ્રાચીન કૃતવૃદ્ધોએ માન્ય કરેલ અષ્ટાપદની સ્તુતિ પણ આબાલ વૃદ્ધ માન્ય થઈ. પછી રૈવતાચલ તીર્થ પર આરોહણ કરી મહાભક્ત આમરાજાએ પોતાના જન્મને સફળ માનતાં શ્રી નેમિનાથની પૂજા કરી. વળી ત્યાં દાદર-હરિની પૂજા કરી તે પિંડતારક માધવદેવ અને શદ્વારમાં આવતાં ત્યાં રહેલ હરિની તેણે અર્ચા કરી. પછી ત્યાંથી દ્વારિકામાં કૃષ્ણમૂર્તિને પ્રણામ કરી, ત્યાં દાનાદિક આપીને તે સેમેશ્વર પુર (પાટણ) માં આવ્યો. ત્યાં સોમેશ્વરની સુવર્ણ પૂજા કરી, જળ વડે મેઘની જેમ તેણે દાનથી બધા લોકોને સંતુષ્ટ ક્રયા. પછી આમરાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં ઈચ્છાનુસાર દાન કરતાં તેણે ધર્મને સ્થાન કરાવ્યાં. એવામાં અવસર આવતાં તેણે પોતાના હૃદક પુત્રને રાજ્યપર બેસાર્યો અને પૂર્વે આનંદિત કરેલ હોવા છતાં પ્રધાનોને ખમાવ્યા. પછી ગંગાનદીના તીરે રહેલ માગધ તીર્થ ભણ તેણે પ્રયાણ કર્યું. ત્યાં ગંગાથી પાર ઉતરવા માટે શ્રી આચાર્ય સાથે તે નાવમાં બેઠો. એવામાં જળમાંથી નીકળતો ધુમાડો તેના જેવામાં આવ્યું. ત્યાં લોકોના મુખેથી ગંગાકીનારે આવેલ મગટડા ગામનું નામ શ્રવણ કરતાં વ્યંતરનું કથન તેને બરાબર સત્ય ભાસ્યું. આ વખતે આચાર્ય મહારાજ રાજાને કહેવા લાગ્યા કે-“હે મિત્ર! જે તને શ્રદ્ધા હોય, તો પ્રાંતે પણ જિનધર્મને સ્વીકાર કર.” એટલે રાજાએ જણાવ્યું કે “શ્રી સર્વજ્ઞ દેવ, બ્રહ્મચારી ગુરૂ અને દયાપ્રધાન ધર્મનું મને શરણ થાઓ. વળી વ્યવહારથી જે મેં આટલા દિવસ દેવ, ગુરૂ અને ધર્મને સ્વીકાર કર્યો, તેનો હું ત્રિવિધે ત્યાગ કરૂં છું. હે પૂજ્ય ! અને ત્યારે મિત્રાઈને લીધે વિધિપૂર્વક તમારે પણ શરીરનો ત્યાગ કરવો જોઈએ. શું એ સ્થિતિ તમને ઉચિત નથી ? કે જેથી પરલોકમાં પણ આપણે સાથે રહી સમસ્થાપૂર્તિ વિગેરેથી સુખે કાળ નિર્ગમન કરી શકીએ.. એ પ્રમાણે સાંભળતાં ગુરૂ બાલ્યા–“હે રાજન ! આ તારૂં વચન મુગ્ધપણુને સૂચવે છે. પોતપોતાના કર્મને લઈને જીવ કેણ કઈ ગતિમાં જશે, તે જ્ઞાની વિના કઈ જાણી ન શકે? વળી વ્રતધારીઓને એવી રીતે દેહત્યાગ કરે, તે ઉચિત નથી. તેમજ હજી મારું આયુષ્ય પાંચ વરસ બાકી છે.” એમ આચાર્યો તેના મનનું સમાધાન કર્યું. " પછી વિક્રમ સંવના આઠસેં નેવું વરસ જતાં ભાદરવા માસની શુકલ પંચમી અને શુક્રવારના દિવસે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રમાને એગ આવતાં તથા ચંદ્રસ્થિત તુલા રાશિમાં અર્ક (સૂર્ય) આવતાં, ગુરૂના મુખથી પંચપરમેષ્ઠીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust