________________ શ્રી બપભદિસરિચરિત્ર. ( 17 ) નીકળતા ધૂમને જોઇને એ નિશાની તારે દઢ સમજી લેવી. માટે હવે તને ઉચિત લાગે તો પરભવનું હિત સાધ.” એ પ્રમાણે સાંભળતાં મિત્ર ગુરૂના ઉપદેશથી આમ રાજા તીર્થયાત્રા કરવા ચાલ્યો કારણ કે પિતાના હિતમાં આળસુ થઈને આત્માની સગતિ કેણુ ન ઈચ્છે? પછી ત્વરિત પ્રયાણ કરતાં રાજા શત્રુંજય તીર્થ પર આવ્યો ત્યાં શ્રી યુગાદીશની પૂજા કરીને તે પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. ત્યાંથી શ્રી નેમિનાથને હૃદયમાં ભાવતાં, સુજ્ઞોમાં યશ પામનાર તે રૈવતાચલની તળેટીમાં આવ્યો ત્યાં તીર્થને વંદન કરવાને ઈચ્છતા એવા તે નિર્ભય આમ રાજાએ દશ હજાર અવોના પરિવાર સાથે આવેલા એવા અગીયાર રાજાઓને જોયા. કળિકાળમાં અધિકાર પામેલા રાક્ષસેથી અધિષિત જાણે વૃક્ષો હોય તથા મિથ્યા વચન-આડંબર ચલાવતા અગીયાર દિગંબરો સહિત તે રાજાઓ રેવતાચલને પિતાના તીર્થ તરીકે સ્વીકારી અન્યને ઉપર ચડાવાને નિષેધ કરતા હતા, એટલે અસંખ્ય સૈન્યયુકત આમરાજાએ તેમને યુદ્ધ કરવા માટે બોલાવ્યા. તે જોઈને શ્રી બમ્પટ્ટિ આચાર્યો મિત્ર રાજાને કહ્યું કે –“હે રાજન ! ધર્મકાર્યના નિમિત્તે પ્રાણિવધ કરવા કોણ છે? એ વિદ્વત્તાને ડેળ કરનારા દિગંબરોને હું વાગ્યુદ્ધથી જીતીશ. નખથી છેદવા લાયક કમળપર કુડાર (કુહાડે) કોણ ચલાવે ? વાદ કરતાં તો તે વિના પ્રયાસે છતાયાજ છે, કારણ કે પતંગને બાળે, તેમાં દીપકની સ્તુતિ શી કરવી ? પછી સુજ્ઞશિરોમણિ આમ રાજાએ તે પ્રતિપક્ષીઓને બોલાવીને કહ્યું કે - વ્રતથી નહિ પણ નિર્ભયથીજ જે તમે શાંત થવા માગતા હે, તે અસંખ્ય વ્યંતરે જેના ચરણ-કમળમાં નમસ્કાર કરી રહ્યા છે તથા શ્રી નેમિનાથના ચરણકમળમાં રાજહંસી સમાન એવી અંબા નામે શાસનદેવી છે, એટલે આપણા બંને પક્ષની બે કન્યા બદલાવીને મૂકે તેમની પાસે રહેલ તે દેવી જેને બોલાવશે, તેનું આ તીર્થ સમજવું. આ ક્રમથી આપણે સમાધાન કરીએ; પણ લધુતાના સ્થાનરૂપ એવો વાદ વિવાદ કરવાથી શું ? " આ ક્રમ-રીતથી બંને પક્ષવાળાં એકમત થયા. પછી શ્રી બમ્પટ્ટિસૂરિએ એક અક્ષય અને ઉત્કટ પ્રભાવવાળી કુમારિકાને તેમના આવાસમાં મોકલી, તેમણે બાર પહાર સુધી મંત્રોથી તે કન્યાને અધિવાસિત કરી. એટલે તે જાણે મુંગી અને હેરી હોય તેમ કોઈ રીતે પણ બોલવાને અસમર્થ થઈ ગઈ, પછી દિગંબરે કહેવા લાગ્યા કે—જે તમારામાં શકિત હોય, તે અહીં તમે અમારી આ કન્યાને બોલાવી આપો. : - ત્યારે શ્રી બપ્પભદિ ગુરૂએ પિતાને કમળ સમાન કોમળ હાથ તે કન્યાના મસ્તક પર મૂક, કે અંબાદેવી તરતજ તેના મુખમાં રહીને સ્પષ્ટ બેલવા લાગી કેI “જિંતસેસરે હિના નિરહિયાના . . . . તે વમરવટું રિકનેકિં નમસામ” | ' . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trest