________________ શ્રી બપ્પભદિસરિ–ચરિત્ર. ( 163). હવે પૂર્વે ત્યાં નંદરાજાએ સ્થાપન કરેલ ગોકુલ વાસમાં જગતને શાંતિ પમાડવામાં હેતુરૂપ એવી શ્રી શાંતિદેવી છે, ત્યાં શ્રીજિનેશ્વરને વંદન કરવા જતાં શ્રી બપ્પભક્ટિ સૂરિએ શાંતિદેવી સહિત જિનેશ્વરની સ્તુતિ કરી. અદ્યાપિ તે નયતિ નત્િરક્ષાવાર’ ઈત્યાદિ શાંતિદેવીનું સ્તવન વિદ્યમાન છે, તે શાંતિને કરનાર અને સર્વ ભયને દૂર કરે છે. પછી લોકોથી પ્રશંસા પામતા એવા શ્રી બપભદિ ગુરૂ ત્યાંથી પાછા વળતાં કેટલેક દિવસે તે કાન્યકુજ નગરમાં આવી પહોંચ્યા.એટલે ચર પુરૂષ મારફતે પ્રથમથી જ વૃત્તાંત જાણવામાં આવતાં રાજા નગરના પાદર સુધી તેમની સન્મુખ આવ્યા અને આનંદ પૂર્વક રાજાએ તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં ચમત્કાર પામેલ રાજાએ સભામાં બિરાજમાન ગુરૂને કહ્યું કે–અહો ! તમારા વચનનું સામર્થ્ય કેટલું કે વાકપતિરાજને પણ તમે પ્રતિબંધ પમાડ્યો !" એટલે આચાર્ય બોલ્યા- જ્યાં નું પ્રતિબોધ પામતું નથી, ત્યાં મારી શક્તિ શું માત્ર છે?” છે ત્યારે રાજાએ જણાવ્યું કે– હું બરાબર બોધ પામ્યો છું, તમારા ધર્મમાં મને ભારે શ્રદ્ધા છે, પરંતુ શિવ ધર્મને મૂકતાં મને ભારે દુઃખ થાય છે, * તેથી જાણે પૂર્વભવથી એ સંકળાઈ ગયેલ એમ લાગે છે, તે હું શું કરું? એવામાં શ્રુતજ્ઞાનના બળથી જાણીને ગુરૂ કહેવા લાગ્યા કે–ત્યાં પૂર્વભવે કરેલ કનું રાજ્ય એ બહુજ અ૫ ફળ છે.” ત્યાં આશ્ચર્ય પામતા પ્રધાને કહેવા લાગ્યા કે -" ભગવન્! અમારા બેધ માટે તમે રાજાને પૂર્વભવ કહી સંભળાવે.” એટલે પ્રશ્ન (2) ચૂડામણિ શાસ્ત્ર થકી બરાબર વિચાર કરી, નિર્દોષ અને અગાધ જ્ઞાનના ભંડાર એવા ગુરૂ બોલ્યા કે - “હે રાજન ! સાંભળ-કાલિંજર પર્વતની નીચે શાલ વૃક્ષની શાખા પર બંને પગ બાંધી, અધોમુખ રહી, પૃથ્વીતલ પર લટકતી જટા સહિત રહેતાં અને ક્રોધાદિ શત્રુઓનો વિજય કરવા બબ્બે દિવસે મિતાહાર લેતાં કંઈક અધિક સે વરસ સુધી તે અતિ દુષ્કર તપનું આરાધન કર્યું અને પ્રાંતે મરણ પામીને તું રાજા થયો. એ વાતમાં તને વિશ્વાસ ન આવતો હોય, તો તારા વિશ્વાસુ માણસને મેકલ, અને અદ્યાપિ ત્યાં વૃક્ષ નીચે જટા પડેલ છે, તે મગાવી લે.” એ પ્રમાણે આચાર્યના કથનથી આશ્ચર્ય પામેલ રાજાએ પિતાના સેવક મોકલ્યા અને તે જઈને ત્યાંથી જટા લઈ આવ્યા. આથી ચમત્કાર પામી પોતાના મસ્તકને ધુણવતા અને તેમના ચારિત્રથી ઉલ્લાસ પામતા સભાસદો પ્રશંસા પૂર્વક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust